Turmeric For Weight Loss: ન તો જિમ કે ન ડાયટિંગ, માત્ર એક ચપટી હળદર ઘટાડશે તમારા પેટની જિદ્દી ચરબી, આ રીતે ઉપયોગ કરો
How to use Turmeric for Weight Loss: જો તમે વિચારી રહ્યા છો કે હળદરનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ અને રંગ વધારવા પૂરતો જ મર્યાદિત છે, તો તમે ખોટા છો. આ એક એવો મસાલો છે જે પેટની જિદ્દી ચરબીને દૂર કરવાની શક્તિ ધરાવે છે, તમારે ફક્ત તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે.
Trending Photos
નવી દિલ્હીઃ વજન ઘટાડવા માટે લોકો ગમે તે ઉપાય અજમાવવા માટે તૈયાર હોય છે. પરંતુ શિયાળાના દિવોમાં વજન ઘટાડવું ખુબ મુશ્કેલ બને છે. સતત બેઠા રહેવાને કારણે પેટની ચરબી નિકળી જાય છે પરંતુ પેટની સાથે-સાથે જાંઘ અને કમર પણ મોટી દેખાવા લાગે છે. ઘણા લોકો કમર અને પેટના આકારને ઘટાડવામાટે જિમ જઈને કલાકો સુધી કસરત કરી શકતા નથી.
વજન ઘટાડવા માટે શું કરશો?
પેટ અને કમરની ચરબી ઘટાડવા અને સુંદર શરીર મેળવવા માટે તમે કિચનમાં રાખેલા મસાલાનો ઉપયોગ કરી શકો છો. જો વાત મસાલાની કરીએ તો તેમાં હળદર એક એવો જાદુઈ મસાલો છે, જે પેટની ચરબી ઘટાડવાનું કામ કરે છે. ભોજનનો સ્વાદ અને રંગ આપનાર આ મસાલાનો તમે વજન ઘટાડવા માટે હથિયારની જેમ ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ તમે વજન ઘટાડવા માટે કઈ રીતે હળદરનો ઉપયોગ કરી શકો છો.
પેટની ચરબીનું નામોનિશાન મટાવી શકે છે હળદર
NCBI પર પ્રકાશિત એક રિચર્સ અનુસાર હળદર વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. પશુ અભ્યાસોથી સામે આવ્યું કે હળદરમાં એક શક્તિશાળી યૌગિ ક કરક્યુમિન હોય છે, જે ફેટ બર્નનું કામ કરે છે. વજન ઘટાડવા માટે અસમર્થ 44 લોકો પર કરવામાં આવેલા અભ્યાસથી સામે આવ્યું કે દિવસમાં બે વાર 800 મિલીગ્રામ કરક્યૂમિન લેવાથી તેનો બીએમઆઈ (બોડી માસ ઈન્ડેક્સ) ઘટી ગયો. આ સિવાય કમર અને કુલ્હાની ચરબીમાં પણ ઘટાડો થયો હતો.
હળદરના ગુણ
કાચી હળદરમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી ફંગલ ગુણ હોય છે. તેમાં વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, થાઈમીન, રિબોફ્લેવિન હોય છે. આ પોષક તત્વો શરીરને શારીરિક સમસ્યાઓથી બચાવે છે.
વજન ઘટાડવા માટે આ રીતે તૈયાર કરો હળદરનું પાણી
- મોટાપો ઘટાડવા માટે તમે કાચી હળદરને પાણીમાં ગરમ કરી પી શકો છો. આ મિશ્રણનું સેવન ખાલી પેટ કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
- તે માટે 2 ગ્લાસ પાણીમાં કાચી હળદરનો ટુકડો નાખી ઉકાળો, જ્યારે એક ગ્લાસ પાણી બચી જાય તો ગેસ બંધ કરો અને પાણીને ગાળી લો.
- સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
- જો તમે હળદરવાળું પાણી પીવા નથી ઈચ્છતા તો હળદરવાળું દૂધ પી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે