બાળકો સામે ક્યારેય ભૂલથી પણ ના કરો આવી કોઈ વાત! માતા-પિતાને પડી શકે છે ભારે

પેરેન્ટ્સ ઘણી વખત પોતાના બાળકો પર પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે. ક્યારેક ગુસ્સામાં આવીને કહેલી કેટલીક વાતો બાળકોના દિલમાં એવી લાગી જાય છે કે વગર વિચાર્યે બોલેલા શબ્દો બાળકોના મગજ પર ઉંડી અસર છોડે છે. એક્સપર્ટના અનુસાર બાળકોને આવી વાતો ક્યારેય ના કહેવી જોઈએ.

બાળકો સામે ક્યારેય ભૂલથી પણ ના કરો આવી કોઈ વાત! માતા-પિતાને પડી શકે છે ભારે

નવી દિલ્હીઃ પેરેન્ટ્સ ઘણી વખત પોતાના બાળકો પર પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે. ક્યારેક ગુસ્સામાં આવીને કહેલી કેટલીક વાતો બાળકોના દિલમાં એવી લાગી જાય છે કે વગર વિચાર્યે બોલેલા શબ્દો બાળકોના મગજ પર ઉંડી અસર છોડે છે. એક્સપર્ટના અનુસાર બાળકોને આવી વાતો ક્યારેય ના કહેવી જોઈએ.

દરેક પેરન્ટ્સની ઈચ્છા હોય છે કે તેમનું બાળક કોઈ ભૂલ ના કરે. જ્યારે બાળક કોઈ એવુ કામ કરી બેસે છે તો પેરન્ટ્સ ઘણી રીતે પોતાના બાળક પર ગુસ્સો ઠાલવે છે. ક્યારેક ક્યારેક ગુસ્સામાં આવીને કહેલા શબ્દો બાળકોના દિલમાં વાગે છે. વગર વિચાર્યે કહેલી વાતોની અસર બાળકોના મગજ પર પડે છે. એટલે એક્સપર્ટ મુજબ કેટલીક વાતો બાળકોને બિલકુલ ના કહેવી જોઈએ.

તુ પેદા જ ના થયો હોત તો:
તમે ગમે તેટલા નારાજ કેમ નથી પણ બાળકને ભૂલથી પણ આ શબ્દો ના કહો કે કદાચ તુ પેદા જ ના થયો હોત તો. કોઈ પણ બાળક પોતાના પેરેન્ટ્સથી આ સાંભળવા નહીં માગે. આ વાતો ના માત્ર તમારા બાળકની લાગણીઓને નુકસાન પહોંચાડશે પણ તેના આત્મસન્માનને પણ ઘા મારશે. આનાથી બાળકના મનમાં એ વાત ઘર કરી જાય છે કે તેને કોઈ પસંદ નથી કરતું.

જલ્દી કર નહીં તો તને અહીં જ છોડી દઈશ:
ક્યાંય જવાનું હોય અને તમારે મોડુ થઈ રહ્યું હોય તો ક્યારેય આ શબ્દો ના કહો કે જલદી કર નહીં તો તને અહીં જ છોડીને ચાલી જઈશ. બાળકોને સમયની કિંમત મોટાની જેમ નથી હોતી. આ પ્રકારની વાતથી બાળકના મનમાં પોતાના ખોવાઈ જવાની કે એકલા પડી જવાની ભાવનાને પેદા કરે છે. એટલે ઉચિત એ જ છે કે જો તમારે મોડુ થતું હોય તો બાળકને કઈક અલગ રીતે જણાવો.

કદાચ તું તારા ભાઈ-બહેનની જેમ હોત:
બીજા સાથેની સરખામણી ક્યારેય કોઈને પસંદ ના હોય. બાળકોને પણ પોતાની કામગીરી કે પોતાના વખાણ વધુ પસંદ આવે છે. આ પ્રકારની વાત બાળકોના મનમાં અને પોતાના ભાઈ-બહેન માટે પ્રતિસ્પર્ધકની ભાવના પેદા કરી શકે છે. બાળકોના મનમાં આ વાત ઘર કરી જાય છે કે તે પોતાના ભાઈ-બહેનની જેમ સારા ક્યારેય નહીં બની શકે. યાદ રાખો કે દરેક બાળક અલગ હોય છે અને તેની પણ પોતાની ખાસિયત હોય છે.

આપણે આ વસ્તુ નહીં ખરીદી શકીએ:
જો તમે પોતાના બાળકને એ કહેશો કે આ વસ્તુ ખરીદવા માટે તમારી પાસે પૈસા નથી તો તેને લાગશે કે પૈસાથી તમામ ખુશી ખરીદી શકાય છે. તેના મનમાં આ વાત પણ આવી જશે કે તમે કોઈ પ્રકારની આર્થિક તંગીમાં છો ભલે આવું કેમ ના હોય. બાળકોને ના કહેવાનું કોઈ યોગ્ય કારણ આપો.

જો તમે ભૂલથી પણ બાળકને કોઈ એવી વાત કહો છો તો તરત સોરી કહો અને સમજાવો કે તમારે કહેવાનો આ ભાવાર્થ નથી. તમે તેને પ્રેમ કરો છો અને આગળથી આવી વાત નહી કરો. બાળકો પેરન્ટ્સથી એવી આશા રાખે છે કે તે દરેક કામાં તેમનું પ્રોત્સાહન વધારે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news