Earthquake: ગુજરાતમાં જ્યાં સતત ભૂકંપના ઝાટકા આવે છે તેઓ ખાસ વાંચે આ
Earthquake Safety Tips : ભૂકંપ આવે તો પોતાને બચાવવા સૌથી પહેલા શું કરશો, આ માહિતી જાણી લો ચોક્કસથી કામ આવશે... ગુજરાતમા જે વિસ્તારમા ભૂકંપના ઝાટકા આવે છે તેઓ ખાસ વાંચે આ ટિપ્સ
Trending Photos
Gujarat Earthquake : ગુજરાત એ ભૂકંપના મુખ પર બેઠુ છે. ગુજરાતમાં જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે અને આવતા રહે છે, તેટલા દુનિયાના ભાગ્યે જ કોઈ વિસ્તારમાં આવતા હશે. તેમાં પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારો તો એવા છે જ્યા રહેતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગમે ત્યારે ભૂકંપના ઝાટકા આવે છે અને તેઓ ઘરની બહાર જતા રહે છે. આવામા લોકો સતત ભયના ઓથાર નીચે જીવતા રહે છે. તેથી ગુજરાતના જે વિસ્તારોમાં લોકોને સતત ભૂકંપના આંચકા અનુભવાય છે તેઓએ કેટલીક સૂચનાઓને યાદ રાખવી જરૂરી છે. ભૂકંપ એક આકસ્મિક ઘટના છે... એવા સમયે તમને ખબર હોવી જોઇએ કે, સ્વ બચાવ માટે શું કરવું જોઇએ. ભૂકંપ આવ્યા પહેલા અને ભૂકંપ આવ્યા બાદ તાત્કાલિક શું એક્શન લેવી જોઇએ તેના વિશે અહીં જણાવીશું.
ભૂકંપ પહેલા શું કરવું જોઇએ?
જો તમારું ઘર જૂનું હોય તો સૌથી પહેલા જુઓ કે, ક્યો ભાગ જલ્દીથી તૂટી શકે તેમ છે તે ભાગ વ્યવસ્થિત કરાવવો જોઇએ. આ સિવાય ઘરમાં એવી કોઇ વસ્તુ કે જે ઉંચાઇ પર છે તેને નીચે ઉતારી લેવી જોઇએ. એટલે સામાન્ય કે હળવા જટકાથી કઇ સમસ્યા ન સર્જાઇ.
ઇમરજન્સી કિટ તૈયાર કરીને રાખો
ઘરમાં એક ઇમરજન્સી કિટ તૈયાર કરીને રાખવી જોઇએ. જેમાં પાણી ભોજન અને મહત્વપૂર્ણ વસ્તુઓ રાખવી આવશ્યક છે. કીટ તૈયાર કરતી વખતે પરિજનોનો પણ અવશ્ય વિચાર કરો. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આ કીટમાં રાખવી. જેથી સંકટ વખતે કામમા આવે.
ભૂકંપ આવે ત્યારે શું કરવું?
ભૂકંપ આવે તો એકરૂમમાંથી બીજા રૂમમાં ભાગવાનો પ્રયત્ન ન કરો. ઝટકાને કારણે તમે પડી શકો છો અથવા તો કોઇ વસ્તુ તમારા પર પડી શકે છે. જો શક્ય હોય તો સૌથી પહેલા ઘરની બહાર નીકળી જવું જોઇએ. એવો કોઇ ઓપ્શન ન મળે તો ટેબલ અથવા એવી કોઇ વસ્તુની નીચે છુપાઇ શકો છો. છતાં પણ જો સમયે ટેબલ ન મળે તો માથુ અને ગરદનનો ભાગ બન્ને હાથથી કવર કરી શકો છો.
ઘરની બહાર હોય તો શું કરવું?
જો તમે ઘરની બહાર નીકળી ગયા હોય તો મોટી મોટી ઇમારતોથી દૂર રહેવું જોઇએ અને સાથે જ વીજળીના તારથી પણ ડિસ્ટન્સ મેઇન્ટેન કરવું જોઇએ.
જો ઉંચી બિલ્ડીંગમાં રહેતા હોય તો?
આવા સમયે બિલ્ડીંગમાં રહેતા તમામ લોકોને ડર સતાવતો હોય છે કે, ભૂકંપ સમયે કેવી રીતે બહાર નીકળવું. ઉપર જણાવ્યા મુજબ પગલા લઇ શકો છો. જો કે, આજકાલનું કન્સ્ટ્રક્શન ભૂકંપ વિરોધી થઇ રહ્યું છે. છતા પણ ધ્યાન રાખવું આવશ્યક છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, ભૂકંપ સમયે લિફ્ટનો ઉપયોગ કરવાનો ટાળવો જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે