શું તમે બહુ વિચારો છો? ક્યાંક તમે HSP તો નથીને? જાણો કારણ અને ઉપાય
શું તમને અકસ્માત જેવી ઘટનાઓ પ્રભાવિત કરે છે, શું લાઈફમાં નવા ફેરફાર સ્વીકારવા માટે તમને મુશ્કેલી પડે છે, શું તમે હદથી વધારે વિચારો છો. જો આ જવાબોમાં તમારી હા હોય તો તમે હાઈલી સેન્સિટિવ પર્સન છો.
Trending Photos
રાહુલ પીઠડીયા, અમદાવાદઃ વ્યસ્ત થતી જઈ રહેલી લાઈફસ્ટાઈલથી લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતા લોકો પોતાના પરિવારને સમય આપી શક્તા નથી. આ જ મુદ્દા પર હું તમને 5 સવાલ કરવા માગું છું. જો આ તમામ સવાલોના જવાબ હા હોય તો આ અહેવાલ આપના માટે ખુબ મહત્વનો બની રહેશે.
1) ધારી લો કે સવાર-સવારમાં તમે કોઈ ગમખ્વાર અકસ્માત કે હત્યાના કોઈ સમાચાર જોયા, જેમાં કેટલાક લોકોના મોત થયા છે. સમાચાર જોયા પછી શું દિવસભર તમે તે ઘટના વિશે વિચારો છો? શું વારંવાર તે ઘટના તમારા મનમાં આવી રહી છે. શું આવા સવાલો તમારા મનમાં થાય છે. બીજા લોકોની સરખામણીએ શું તમે આવા સમાચારથી વધુ પ્રભાવિત થાવ છો?
2) લાઈફમાં કોઈ પણ ફેરફાર તમારા માટે સ્વીકારવું મુશ્કેલ છે? લાઈફમાં થોડી નવીનતાને શું તમે સ્વીકારી નથી શક્તા? શું તમને આ ફેરફાર પ્રભાવિત કરે છે?
3) શું તમને લાગે છે કે તમે બહું વિચારો છો? શું તમે નાની નાની વાતો અંગે વિચારો છો? શું તમે કોઈવાર એટલું વિચારો છો કે તમારો મગજ થાક અનુભવે?
4) જો કોઈ તમને ટોકે, ટોન્ટ મારે અથવા તમને જાહેરમાં નીચું બતાવે, તો શું તમને ખોટું લાગી આવે? શું તમે આ વાતને કારણે સમગ્ર દિવસ દુખી રહો છો?
5) શું તમને લાગે છે કે અન્ય લોકો તમને અથવા તમારા વિચારોને સમજી નથી શક્તા?
ઉપરના તમામ સવાલોના જવાબો પર તમારી હા હોય તો એટલું જાણી લો કે તમે હાઈલી સેન્સિટિવ પર્સન(HSP-Highly Sensitive Person)છો. આ એક પ્રકારની પર્સનાલિટી છે. તમારી પર્સનાલિટી આવી કેમ છે તેના માટે તમારું મન જવાબદાર છે. તમને થતું હશે કે હાઈલી સેન્સિટિવ વ્યક્તિ એટલે શું, આવું શું કામ થતું હશે, આનાથી આપણને શું નુકસાન, આનીથી કેવી રીતે બચવું. આ સવાલોના જવાબ નીચે મુજબ છે.
HSP(Highly Sensitive Person)-
અત્યંત સંવેદનશીલ વ્યક્તિ(Highly Sensitive Person)એ એવો શબ્દ છે જે કૃત્રિમ નથી. દુનિયામાં આવા લોકો ખરેખર અસ્તિત્વ ધરાવે છે. આ કોઈ સાયકોપેથોલોજી કે માનસિક બીમારી કે ડિસઓર્ડર નથી. પરંતુ આ વ્યક્તિત્વનું એક સ્વરૂપ છે. વિશ્વભરના લગભગ 20 ટકા લોકો અત્યંત સંવેદનશીલ વ્યક્તિની શ્રેણીમાં આવે છે. હાઈલી સેન્સિટિવ પર્સન આ ટર્મની શોધ ડૉ. એલેન એરોને કરી હતી.
લક્ષણ-
- અત્યંત સંવેદનશીલ હોવાનો અર્થ એ છે કે તમે અન્ય લોકો કરતા કોઈપણ પરિસ્થિતિમાં ઝડપથી અને વધુ પ્રતિક્રિયા આપો છો.
- તમારું મન એવી રીતે બનેલું છે કે તમે અન્ય લોકો કરતાં ઝડપથી પ્રતિક્રિયા આપો છો.
- અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હોવાના ગેરફાયદા પણ છે. કારણ કે આ લોકો બહું વિચારતા હોય છે.
- આવા લોકોને ઘણીવાર ગેરસમજ(Misunderstanding) થાય છે.
- અત્યંત સંવેદનશીલ લોકો નાની નાની વાતોમાં પ્રતિક્રિયા આપે છે, વસ્તુઓથી ડરતા હોય છે, તેમને ટાળવાનો પ્રયાસ કરે છે.
- આ લોકોને કારણ વગર હેરાન કરવામાં આવે, તો તેમને ખોટું લાગી આવે અથવા તેઓ ખુબ ગુસ્સો કરી શકે.
- હકીકતમાં, અત્યંત સંવેદનશીલ વ્યક્તિઓ તેમની આસપાસ બનતી પરિસ્થિતિઓ, ઘટનાઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.
- અત્યંત સંવેદનશીલ વ્યક્તિ તેમના નજીકના લોકોને તકલીફમાં જોઈ શક્શે નહીં.
- આ લોકો લાગણીઓ પ્રત્યે ખુબ સમજ રાખે છે.
- આ લોકો સાથે નમ્રતાપૂર્વક વાત કરવાથી હંમેશા હકારાત્મક જવાબ મળશે.
- જો તેમને પ્રોત્સાહન મળે તો તેઓ ઘણી પ્રગતિ કરી શકે છે.
- કામ કરવાની ટેક્નીક તેમજ તેમના પર્ફોર્મેન્સ જેવી બાબતોમાં આ લોકો અન્ય લોકો કરતા આગળ રહે છે.
કારણ-
- અત્યંત સંવેદનશીલ વ્યક્તિ કેમ હોય છે તેની પાછળ એક સિદ્ધાંત છે. જેને સેન્સરી પ્રોસેસિંગ થિયરી કહેવામાં આવે છે.
-આ લોકોની સહન કરવાની મર્યાદા હોય છે.
-અત્યંત સંવેદનશીલ વ્યક્તિનું મગજ સંવેદનાત્મક માહિતી પર ઝડપથી પ્રતિક્રિયા આપે છે.
-તેમને વસ્તુઓ અપનાવવા માટે વધુ સમયની જરૂર પડે છે.
-તેઓ વસ્તુઓથી(ખાસ કરીને નવી વસ્તુઓ અથવા અન્ય કોઈ ફેરફારથી) ઝડપથી પ્રભાવિત થાય છે.
-આવા લોકો વધુ વિચારે છે કારણ કે તેઓ વસ્તુઓ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવાનું પસંદ કરે છે.
-પ્રકાશ, અવાજ, ભીડ કે કોઈ નવું કામ હોય, આવા લોકોના મન પર ઝડપથી અસર થાય છે.
-જ્યારે તમે અને અન્ય લોકો તમને સમજી શકતા નથી ત્યારે અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હોવું એક મુશ્કેલ લાગણી છે.
કેવી રીતે ડીલ કરશો-
- અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હોવાના ફાયદા વિશે વાત કરીએ તો આવા લોકો બીજા પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ ધરાવે છે.
- અત્યંત સંવેદનશીલ વ્યક્તિ બનવું એ ખરેખર એક વસ્તુ છે, આ વાત માની લો.
- હકીકતમાં, આપણામાંથી 20 ટકા લોકોનું મન એવું છે કે તેઓ ઝડપથી પ્રતિક્રિયા આપશે.
- આ પર્સનાલિટીને સમજવી અને સ્વીકારવી જરૂરી છે.
- જો આપણે આપણા જૂના નિર્ણયો, દિનચર્યા, કામ વિશે વિચારીએ તો ખ્યાલ આવશે કે અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હોવાને કારણે આપણે તેને આ રીતે ઘડ્યા છે.
- ભૂતકાળમાં બનેલી અપ્રિય ઘટનાઓમાંથી ઉભરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- અત્યંત સંવેદનશીલ વ્યક્તિના બાળપણમાં જીવનમાં કેટલીક એવી અપ્રિય ઘટનાઓ બની છે જેને તેઓ સ્વીકારવી જરૂરી છે.
- આ એવી પર્સનાલિટી છે જ્યાં કાઉન્સેલર અથવા મનોચિકિત્સકની જરૂર છે.
- અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હોવાના ફાયદા એ છે કે આવા લોકો બીજા પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ ધરાવે છે.
અત્યંત સંવેદનશીલ વ્યક્તિ વિશે અન્ય વાતો-
-અત્યંત સંવેદનશીલ વ્યક્તિ બનવું એ કોઈ ખામી નથી, તે વ્યક્તિત્વનું એક સ્વરૂપ છે જેને માત્ર નિયંત્રિત કરવાની જરૂર છે.
- તમારા જેવા અન્ય લોકોને મળો, તેમને સમજો. તે ખૂબ મદદરૂપ થશે.
- આપણે એકલા છીએ અને કોઈ મદદ કરી શકતું નથી એવી લાગણી એ ખૂબ જ ખતરનાક લાગણી છે.
- આવા લોકો સાથે વ્યવહાર રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- અન્ય અત્યંત સંવેદનશીલ વ્યક્તિ સાથે જોડાણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- જો અત્યંત સંવેદનશીલ વ્યક્તિ પોતાની જાતને મેનેજ કરી શકે છે, તો વ્યક્તિત્વનું આ સ્વરૂપ પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
- એવું માનવામાં આવે છે કે આ 20 ટકા લોકોના કારણે જ વિશ્વના મહત્વપૂર્ણ મુદ્દાઓ બનેલા છે.
- સંવેદનશીલ લોકો સમાજ માટે મહત્વપૂર્ણ છે. પરંતુ તેમને સમજવા જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે