જો એકવાર આ જંતુ તમારા ઘરમાં આવી જાય, તો પછી ફરી જાય છે આખા ઘરની પથારી!

ક્યાંક ઘરની દિવાલો, રસોડું, અભરાઈ, બારી, બારણા, સોફા, કબાટ બરાબર ચેક કરી લેજો...ક્યાંક તમારા ઘરમાં તો આ જીવડા નથી કરી ગયાને ઘર...કેમકે, જે ઘરમાં આ જીવડા ઘર કરી જાય છે એ ઘરની પથારી ફેરવી નાંખે છે. એ આખા ઘરનો દાટ વળી જાય છે....

જો એકવાર આ જંતુ તમારા ઘરમાં આવી જાય, તો પછી ફરી જાય છે આખા ઘરની પથારી!

Termite: આપણે આપણાં ઘરને ખુશ શોખથી સાજ સજાવટ કરીએ છીએ. પણ એક જીવ-જંતુ એવું છે જો એ તમારા ઘરમાં પ્રવેશે તો પછી તમારા આખા ઘરની પથારી ફેરવીને જ રહે છે. આ એક એવું ખતરનાક જંતુ છે જે ધીરે ધીરે કરીને તમારા આખા ઘરને કોરી ખાય છે...ક્યાંક ઘરની દિવાલો, રસોડું, અભરાઈ, બારી, બારણા, સોફા, કબાટ બરાબર ચેક કરી લેજો...ક્યાંક તમારા ઘરમાં તો આ જીવડા નથી કરી ગયાને ઘર...કેમકે, જે ઘરમાં આ જીવડા ઘર કરી જાય છે એ ઘરની પથારી ફેરવી નાંખે છે. એ આખા ઘરનો દાટ વળી જાય છે....

દરેક ઘરમાં લાકડાનું ફર્નિચર હોય છે. તેનાથી ઘરનું ઇન્ટિરિયર પણ સુંદર દેખાય છે. સાગ જેવા લાકડાનું ફર્નિચર બેસ્ટ માનવામાં આવે છે. તે ખુબ મોંઘુ પણ આવે છે. તેથી તેની પર ધ્યાન આપવુ પણ ખુબ જરૂરી છે.  નહીં તો ફંગસ, ઉધઇ જેવા કીટાણું તેમાં લાગી જાય છે અને તેને અંદરથી ખોખલુ કરી દે છે.

ઉધઇ લાકડાનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. જો તે કોઇ ફર્નિચરમાં લાગી જાય તો તમને ખ્યાલ પણ ન આવે તેવી રીતે રાતોરાત ફર્નિચર ચટ કરી જાય છે. ઉધઈ માટે લાકડું તેમનું ભોજન છે. તે જ્યાં લાગી જાય છે, ત્યાં તેમની આખી ફૌજ લાકડાના સામાનને પોતાનું ઘર બનાવી લેતી હોય છે. વરસાદમાં તો તે બહું વધારે લાગે છે. મોટા મોટા લાકડાને પણ તે ખોખલા કરીને નકામ બનાવી દેતા હોય છે. જો તમારી તિજોરી કે ફર્નીચરમાં ઉધઈ દેખાતી હોય તો તમે માર્કેટમાંથી ઉધઈ મારવાની દવા પણ છાંટી શકશો. જો કે, તની ગંધ બહું તેજ હોય છે. જે એક વાર ઘરમાં ફેલાઈ જાય તો, જલ્દી જતી નથી.

તમારુ ફર્નિચર ખવાઇ જાય છે. જો તમારા ઘરમાં પણ લાકડાનું ફર્નિચર હોય અને તમે પણ ઉધઇથી પરેશાન હો તો આ ઘરેલુ નુસખા અજમાવો અને મોંઘી મોંધી ઉધઇની દવા છંટાવાના ખર્ચથી પણ બચો. અપનાવો આ ઘરેલું ઉપાય....

સાબુનુ પાણીઃ
સાબુમાં ઝેરી કેમિકલ્સ હોય છે. કીટાણુઓ પર તેનો છંટકાવ કરવાથી તે મરી જાય છે. તમે કોઇ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર ઉધઇમાંથી છુટકારો મેળવવા ઇચ્છો છો તો ઘરમાં રહેલો કોઇ પણ સાબુ કે લિક્વિડ શોપ ત્રણ કપ પાણીમાં ભેળવીને ઉધઇ હોય ત્યાં છાંટી દો.

મીઠુંઃ
શું તમે જાણો છો કે મીઠાથી પણ ઉધઈનો નાશ થઈ શકે છે. વિશ્વાસ નહીં આવે પણ બે ત્રણ દિવસ સુધી ઉધઈવાળી જગ્યા પર મીઠું નાખી દો. તેનાથી ઉધઈ મરી જશે. આ તમામ ઉપાય ત્યારે વધારે કારગર સાબિત થશે, જ્યારે આપના ઘરમાં ઉધઈ લાગવાની શરુઆત થઈ રહી હોય. બહું વધારે લાગ્યા બાદ આ ઉપાયો નકામા સાબિત થશે.

લીમડોઃ
લીમડામાં કીટનાશક ગુણો હોય છે. પહેલાના સમયમાં કીટાણું ભગાડવા માટે તેનો ઉપયોગ થતો હતો. જો તમારા લાકડાના ફર્નિચરમાં ઉધઇની સમસ્યા હોય તો તમે પણ લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે ઉધઈનો સફાયો કરવા માટે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકશો. ઔષધિય ગુણોથી ભરપૂર લીમડો ઉધઈ માટે ઝેર સમાન છે. તમે માર્કેટમાંથી આસાનીથી લીમડાનું તેલ ખરીદી શકશો. ઉધઈ જ્યાં લાગી હોય ત્યાં તેનો છંટકાવ કરી દો. અન્ય કીડા-મકોડા, કોકરોચ પણ આ ઓયલથી ભાગી જશે.

વિનેગરઃ
ઉધઈ મારવા માટે વિનેગરનો પણ ઉપયોગ કરી શકશો. દરેક ઘરમાં વાઈટ વિનેગર તો હોય જ છે. ત્રણથી ચાર ચમચી વિનેગરમાં અડધો કપ પાણી મિક્સ કરીને તેનો સ્પ્રે બોટલમાં ભરી લો. બાદમાં જ્યાં ઉધઈ લાગી હોય ત્યાં તે જગ્યા પર દિવસમાં બે વાર જરુરથી છંટકાવ કરો. તેનાથી ઘણા બધા અંશે ઉધઈ મરી જશે. ત્રણથી ચાર દિવસ સુધી વિનેગરનો સ્પ્રે છાંટતા રહો.

લવિંગનું તેલઃ
લવિંગનું તેલ પણ ઉધઇ ખતમ કરવા માટે બેસ્ટ છે. ઉધઇને નષ્ટ કરવા માટે એક કપ પાણીમાં 6-7 ટીપા લવિંગનું તેલ મિક્સ કરીને ઉધઇની સુરંગ પર બે-ત્રણ દિવસ નિયમિત છંટકાવ કરો, તેના કારણે ઉધઇ નાશ પામશે.

એલોવીરાઃ
એલોવીરા એક ઔષધીય ઝાડ છે. તે હેલ્ધી રાખવાની સાથે સાથે કીટાણુંઓને મારવાનું કામ પણ કરે છે. આવા સંજોગોમાં ઉધઇથી છુટકારો મેળવવા માટે એલોવેરાના ઝાડના તાજા પત્તા તોડીને તેને સારી રીતે પીસીને તે ભાગ પર લગાવી દો જ્યાં ઉધઇ છે. બે-ત્રણ દિવસમાં ઉધઇ જાતે નીકળીને ભાગી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news