Success Mantra: જીવનમાં સફળતાના શિખરો સર કરવા માંગો છો? તો સૌથી પહેલાં આટલું જાણી લો
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...આ કહેવતને અનુરૂપ જે મહેનત કરે છે જે શ્રમ કરે છે તેને જ સફળતા અને સિદ્ધિ મળે છે. જીવનમાં સફળ થવું ખૂબ જ સરળ છે અને કોઈપણ વ્યક્તિ આસાનીથી સફળતા મેળવી શકે છે. જીવનમાં સફળતા મેળવવા માટે તમારે બસ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ત્યાર બાદ તમારી કિસ્મતના દરવાજા ખુલી જશે. તો ચાલો જાણીએ સફળતા મેળવવાના એ Success Mantra વિશે...
ડર કે આગે જીત હૈ...
હાલ કોરોના કાળમાં સૌ કોઈ ડરેલું છે. જોકે, ડર એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. ડરની સામે તમે નબળા ના પાડો અને ક્યારેય પણ ડરના લીધે કોઈપણ નિર્ણય લેવાનું ટાળો નહિ. ડર ઘણા પ્રકારના હોઈ શકે છે. ઘણા લોકોને પૈસા ન નુકસાન નો ડર હોય છે તો ઘણા લોકોને સફળતા ના મળવાનો ડર હોવાથી પાછળ હટી જાય છે. આવા પ્રકારના ભય જો તમારા મનમાં પણ આવે છે તો તમે તેને પોતાના મનમાંથી જલ્દી જ કાઢી નાખો.
અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથીઃ
જીવનમાં પરિશ્રમ અને એમાંય અથાગ પરિશ્રમ કરશો તો જ તમે કોઈ યોગ્ય મુકામ સુધી પહોંચી શકશો. કારણકે, તમારી પાસે ટેલેન્ટ છેકે, નહીં, તમે કયાંથી કેવા બેકગ્રાઉન્ડથી આવો છો? એ તમામ બાબતો આગળ જતાં ગૌણ બની જાય છે. એક જ બાબત છે જે સનાતન સત્ય છે- અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. જે પણ કામ કરતા હોવ એમાં મહેનત કરતા રહો સફળા જરૂર મળશે.
ટાઈમ મેનેજમેન્ટ કરોઃ
જે પણ કામ કરો એમાં તમારે એનું ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. જો તમે ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખી જશો તો તમને જિદંગી ઘણી આસાન લાગવા લાગશે. એટલું જ નહીં ટાઈમ મેનેજમેન્ટના કારણે તમે પોતે જ પોતાના માલિક છો અને બધું જ તમારી ઈચ્છા અનુસાર થઈ રહ્યું છે એવી ભાવના પણ તમારામાં ઉભી થશે. જો તમે સમયની કદર કરશો તો સમય તમારી કદર કરશે. એટલે જ કહેવાય છેકે, વક્ત બડા બાદશાહ હૈ...
હંમેશા એક વિદ્યાર્થીની જેમ કંઈક નવું શીખતા રહોઃ
આ સમગ્ર જીવન એક પાઠશાળા સમાન છે. તમારે આખી જીદંગી કંઈકને કંઈક નવું શીખાવાનો પ્રયાસ કરતા રહેવું પડશે. એક વિદ્યાર્થીની જેમ પોતાનામાં કંઈક નવું શીખવાની ભાવના જીવંત રાખો. જ્યારે તમે એવું માનતા થઈ જશો કે હવે તો મને બધું જ આવડી ગયું છે મારે કંઈ શીખવાની જરૂર નથી ત્યાંથી તમારો વિકાસ અટકી જશે. એટલે જીવનમાં હંમેશા એક સારા વિદ્યાર્થી બનો.
કોઈની સાથે વિવાદમાં ના ઉતરશોઃ
દુનિયામાં જાત-જાતના લોકો હોય છે. દરેકની વિચારસણી દરેકની માનસિકતા અને દરેકની મનછા અલગ અલગ હોય છે. ત્યારે જો કોઈ વ્યક્તિ કોઈ મુદ્દાને લઈને તમારી સાથે વિવાદમાં ઉતરવાનો પ્રયાસ કરે તો તમે બને ત્યાં સુધી વિવાદ કરવાનું ટાળો. કારણકે, સામાન્ય માણસો વિવાદમાં સમય પસાર કરે છે. અને જેમને સફળ થવું છે એ વિવાદમાં સમયને વેડફતા નથી.
કોઈની નિંદા કે ટીકા કરવાથી બચોઃ
જ્યારે તમે કોઈની નિંદા કે ટીકા કરો છો ત્યારે તમારા મનમાં તે વ્યક્તિ પ્રત્યે એક પ્રકારની હિન ભાવના ઉત્પન્ન થાય છે. જેનાથી સામેની વ્યક્તિની સાથો-સાથ તમને પણ નુકસાન જાય છે. તમારા મનમાં રહેલી આ હિન ભાવના તમને ક્યારેક ખોટું કામ કરવા માટે પ્રેરણા આપે છે. અને તમને બીજાનું મુલ્યાંકન કરવા રાખ્યાં નથી.
ક્રોધ કરવાનું ટાળોઃ
ગુસ્સો વ્યક્તિને બરબાદ કરી શકે છે. ગુસ્સામાં ઘણીવાર વ્યક્તિ ખોટો નિર્ણય લઈ લેતો હોય છે અને આ નિર્ણય ના કારણે તેમને જીવનમાં હાની નો સામનો કરવો પડતો હોય છે. તેથી તમે ગુસ્સો ના કરો અને કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ગુસ્સામાં ના લો. ગુસ્સો ના સમયે વ્યક્તિની બુદ્ધિ બંધ પડી જાય છે અને તેમની વિચારવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે.
Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની
કોઈપણ કામને ના ટાળો:
ઘણા લોકોની અંદર કામને ટાળવાની આદત હોય છે. કોઈપણ કામને કરતા પહેલા આવા લોકો 100 વાર વિચારતા હોય છે અને બાદમાં તેમને ટાળી દે છે. કામને ટાળવા વાળા વ્યક્તિઓ જીવનમાં ક્યારેય પણ સફળતા મેળવી શકતા નથી. તેથી તમે જે પણ કાર્ય કરો તેને સમય પર જ કરી નાખો અને ક્યારેય પણ કોઈપણ કામ ને ના ટાળો.
તમને મનગમતી બાબાતો માટે સમય કાઢોઃ
જો તમને મ્યૂઝિક સાંભળવાનો શોખ હોય તો દિવસમાં તેના માટેનો એક નિયત સમય નક્કી કરી લો. એ જ રીતે કોઈને વાંચવાનો શોખ હોય છે, કોઈને જોગીંગનો શોખ હોય છે કોઈને સાઈકલિંગનો શોખ હોય છે. એ જ રીતે ડાંસિંગ, ટ્રાવેલિંગ કે કૂકિંગ તમને ગમતી વસ્તુ માટે સમય કાઢો. કારણકે, વ્યક્તિ જ્યારે પોતાને મનગમતી વસ્તુ માચે સમય કાઢે છે અને એ સમયને ઈન્જોય કરે છો તો ત્યાર બાદ દે બમણાં જોશ સાથે પરત આવે છે અને ડબલ જોશથી પોતાનું કામ કરે છે.
ઉપર જણાવવામાં આવેલી વાતોને જો ધ્યાનમાં રાખવામાં આવે અને તેમનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તમે કોઈપણ કામમાં સફળતા મેળવી શકો છો અને સફળ માણસ પણ બની શકો છો.
(નોંધઃ- આ આર્ટીકલમાં જણાવવામાં આવેલ સુચનાઓ જનરલ માહિતીને આધારે લખવામાં આવી છે.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે