Beauty Tips: ટ્રેજેડી ક્વીન મીના કુમારી જેવી સુંદરતા માટે અપનાવો આ નુસ્ખો

તમને હજુ પણ ઘણા એવા લોકો મળશે જે આજે પણ મીના કુમારીની સુંદરતાની ચર્ચા કરતા થાકતા નથી. એક મિનિટ માટે વિચાર કરો કે 1972માં મૃત્યુ પામેલી આ એક્ટ્રેસિસની સ્ટાઈલ, સુંદરતા અને પોઝને આજે પણ યંગ જનરેશન ફ્રેમ-અપ કરવાનું પસંદ કરે છે.

Beauty Tips: ટ્રેજેડી ક્વીન મીના કુમારી જેવી સુંદરતા માટે અપનાવો આ નુસ્ખો

ઝી બ્યૂરો, અમદાવાદઃ મીના કુમારીને બોલિવૂડની ટ્રેજેડી ક્વીન કહેવામાં આવે છે. ટ્રેજેડી ક્વીન તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી મીના કુમારી એક જમાનામાં ખૂબ જ સુંદર અભિનેત્રી હતી. તેની સુંદરતા, અભિનય અને નૃત્ય એટલા ફેમસ છે કે, યુવા અભિનેત્રીઓ તેમની નકલ કરવાનું પસંદ કરે છે. તે જમાનામાં મીના કુમારી પોતાને સ્ટ્રેસ ફ્રી તથા ત્વચાને યંગ રાખવા માટે આ નુસ્ખો અજમાવતી હતી. તમને હજુ પણ ઘણા એવા લોકો મળશે જે આજે પણ મીના કુમારીની સુંદરતાની ચર્ચા કરતા થાકતા નથી. એક મિનિટ માટે વિચાર કરો કે 1972માં મૃત્યુ પામેલી આ એક્ટ્રેસિસની સ્ટાઈલ, સુંદરતા અને પોઝને આજે પણ યંગ જનરેશન ફ્રેમ-અપ કરવાનું પસંદ કરે છે.

મીના કુમારીને ગુલાબ ખૂબ જ પસંદ હતું
એક પ્રખ્યાત ફિલ્મ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં મીના કુમારીને યાદ કરતાં તેમના પતિ કમલ અમરોહીએ કહ્યું હતું કે મીના કુમારીને ગુલાબના ફૂલો ખૂબ જ પસંદ હતા. તેમને ગુલાબનો એટલો શોખ હતો કે દરરોજ જોઈતા હતા. ગુલાબની સુગંધ મીના કુમારીને સુખ અને શાંતિની અનુભૂતિ કરાવતી હતી. ગુલાબના ફૂલ જોતાની સાથે જ મીના કુમારી ચહેકી ઉઠતી હતી. સામાન્ય રીતે ગુલાબનાં ફૂલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જોકે મીના કુમારીના જીવનમાં પ્રેમ રહ્યો અને ન પણ રહ્યો. પરંતુ અમે તેમના અંગત જીવન વિશે નહીં પરંતુ તેમની સેલ્ફ કેર પર અને વેલનેસ ટિપ્સ પર વાત કરી રહ્યા છે.

IPL 2021: આ બોલર્સના નામથી પણ થરથર ધ્રુજે છે દુનિયાભરના બેટ્સમેન, તમામ IPL સિઝનમાં આ બોલર્સની રહી છે બોલબાલા

રાત્રે સૂતા પહેલા મીના કુમારી આ કામ કરતી હતી
મીના કુમારી રાત્રે સુતા પહેલા પોતાના ઓશિકાની આસપાસ ગુલાબની પાંખડીઓ રાખતી હતી અને કેટલીકવાર પલંગની બાજુમાં ગુલાબનો ગુલદસ્તો રાખીને સૂતી હતી. આમ કરવા પાછળ મીના કુમારી કહેતા કે ગુલાબની સુગંધ તેમને માનસિક શાંતિ આપે છે. અને મનપસંદ સુગંધ સારી ઊંઘ અપાવે છે.
ક્યારેક થોડા ચેન્જ માટે તેઓ મોગરાના ફૂલને પણ ઓશિકા પાસે રાખતા હતા. જ્યારે પણ કોઈ કારણોસર તાજા ફૂલો ન મળી રહે ત્યારે મીના કુમારી પોતાના ઓશિકા પર અત્તરનો ઉપયોગ કરતી. પરંતુ દરરોજ સૂતા પહેલા તેમને પોતાની આસપાસ પસંદગીની સુગંધ જરૂરથી જોઈતી હતી. હકીકતમાં, મેડિકલ સાયન્સ મુજબ ફૂલોની સુગંધ માનસિક રૂપથી હિલ થવામાં મદદ કરે છે. ફૂલોની સુગંધ સકારાત્મક ઉર્જાને આપણી તરફ એટ્રેક્ટ કરવામાં અને ખુશ રાખવામાં મદદરૂપ થાય છે.

Rare of The Rare Accident: 3 લોકો દીપડા પર પડ્યાં અને દીપડો જીવ બચાવીને ઉભી પૂંછડીયે ભાગ્યો...આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય

ઊંઘની ત્વચા પર અસર
આપણે બધા જાણીએ છીએ કે જો ઊંઘ પૂરી ન થાય તો કોઈપણ કામમાં મન નથી લાગતુ. શરીર થાકેલું રહે છે અને ત્વચા પર સૈગિંગ અલગ દેખાય છે. જ્યારે ઊંઘ પૂરી ન થવાની બોડી પર આડઅસર થાય છે. જેના કારણે સવારે તમને સ્ફુર્તિનો અનુભવ નથી થતો. આ બધી વસ્તુઓ તમારા લુકને ખરાબ કરવા માટે પૂરતી છે. જો તમે આવી કોઈ પરિસ્થિતિમાં ફસાયા હોવ અને તાત્કાલિક બહાર આવવા માંગતા હો, તો તમારા મનપસંદ ફૂલ અથવા તો પર્ફ્યુમ તમારી પાસે રાખો. તેની સુગંધ તમારા તમ-મનને રિલેક્સ કરવામાં સો ટકા મદદ કરશે. એકવાર આ યુક્તિ અજમાવી જોજો. 15થી 20 મિનિટની અંદર તમે પોતાની જાતને રિચાર્જ ફિલ કરશો.

Theater માં સૌથી વધુ લોકો કેમ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે, કારણ જાણવા જેવું છે

સુંદરતા નિખારવામાં ફૂલોનું યોગદાન
ફૂલોની રંગત અને સોફ્ટ એહસાસ આપણી આંખોનો સુકુન આપે છે. ફૂલોની સુંગધ આપણી નર્વસ સિસ્ટમને રિપેર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફૂલોની સુગંધથી આપણા શરીરમાં હેપ્પી હોર્મન્સનું પ્રમાણ પણ વધે છે. જે મૂડને સારો રાખવામાં અને ભાવનાઓને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. હેપ્પી હોર્મન્સ તમને તણાવમુક્ત રાખે છે. તણાવ ત્વચાની રંગત ઉડાવવાની સાથે સાથે તેને બિમાર અને મુરજાવવાનું કામ પણ કરે છે. કારણકે સેડનેસ વધારવાવાળા હૉર્મોન કૉર્ટિસોલનું પ્રમાણ શરીરની અંદર વધવા લાગે છે ત્યારે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓના માધ્યમથી ત્વચા અને વાળને નુકસાન પહોંચાડે છે તથા પાચનતંત્રને ડિસ્ટર્બ કરે છે. જ્યારે ફૂલોનો ઉપયોગ તમને આ બધી સમસ્યાઓથી બચાવી શકે છે અને તમને ખુશ અને સુંદર રહેવામાં મદદ કરી શકે છે.

1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...જાણી લો બદલાઈ રહ્યાં છે આ નિયમો

ભાગ્યશ્રીએ પણ એવું જ કહ્યું
થોડા દિવસ પહેલા જ બોલિવૂડની સુંદર અભિનેત્રી ભાગ્યશ્રીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતી વખતે આવું જ કહ્યું હતું. ભાગ્યશ્રીએ કહ્યું કે સુગંધ અને ખાસ કરીને આપણી ફેવરિટ સુગંધની સીધી અસર આપણા નર્વસ સિસ્ટમ, મૂડ અને ભાવનાઓ પર પડે છે. ભાગ્યશ્રીને લેવેન્ડરની સુગંધ પસંદ છે. રાત્રીના સમયે તે અસેંશિયલ ઓઈલનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news