સ્વિમિંગ પૂલમાં ઉતરતા જ થઈ જાય છે પેશાબ? તેની પાછળનું કારણ ખાસ જાણો

Why do We Feel Urine Swimming Pool: ગરમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક કે સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે. પરંતુ શું તમને એ વાત ક્યારેય મહેસૂસ થઈ છે કે જ્યારે પણ તમે ન્હાવા માટે સ્વિમિંગ પૂલ, નહેર કે નદીમાં ઉતરો તો તમને યુરિન પાસ કરવાની ઈચ્છા થઈ જાય છે. આખરે આવું કેમ થાય છે.

સ્વિમિંગ પૂલમાં ઉતરતા જ થઈ જાય છે પેશાબ? તેની પાછળનું કારણ ખાસ જાણો

Why do We Feel Urine Swimming Pool: ગરમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક કે સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે. પરંતુ શું તમને એ વાત ક્યારેય મહેસૂસ થઈ છે કે જ્યારે પણ તમે ન્હાવા માટે સ્વિમિંગ પૂલ, નહેર કે નદીમાં ઉતરો તો તમને યુરિન પાસ કરવાની ઈચ્છા થઈ જાય છે. આખરે આવું કેમ થાય છે. આ અંગે વિજ્ઞાન શું કહે છે? આ તમામ સવાલોના જવાબ જાણો. 

આ કારણે સ્વિમિંગ પૂલમાં પેશાબ કરે છે લોકો!
એક સ્ટડી મુજબ જ્યારે  તમે લાંબા સમય સુધી પાણીમાં રહો તો શરીરના અંગોમાં ઝડપથી લોહીનું ભ્રમણ થાય છે. આ કારણે શરીરનું બ્લડ પ્રેશર પણ વધે છે. જેના પગલે કિડનીની ગતિવિધિ પણ ઝડપી બને છે અને તે શરીરમાં રહેલા લિક્વિડને ઝડપથી બહાર કાઢવાની કોશિશ કરવામાં આવે છે. આ કારણ છે કે સ્વિમિંગ પૂલ કે પાણીના કોઈ પણ સ્ત્રોતની અંદર લોકોને પેશાબ ઝડપથી લાગે છે. આ સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં Immersion Diuresis કહે છે. 

પાણીનું પ્રેશર ઝેલી શકતું નથી શરીર
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ કોઈ જીવ પાણીની અંદર જેટલું ઊંડાણમાં રહે છે તેની Immersion Diuresis ની સ્થિતિ વધી જાય છે. એટલે કે બોડીની અંદર અને બહાર પાણીનું પ્રેશર વધવા લાગે છે. જેનાથી બોડીમાં બ્લડ પ્રેશર વધવા લાગે છે. તેના પગલે કિડની પણ શરીરના માહોલ પ્રમાણે એડજસ્ટ કરવા માટે બોડીની અંદર રહેલા પાણીને ફિલ્ટર કરીને બહાર કાઢવા લાગે છે. આ કારણે પાણીમાં ઘૂસ્યા બાદ પેશાબ લાગે છે. ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે ત્યારે પણ આવી સ્થિતિ પેદા થતી હોય છે. 

લોકો જાણી જોઈને નથી કરતા આ હરકત
તમે માનો કે ન માનો. પરંતુ જે પણ સ્વિમિંગ પૂલમાં તમને ન્હાવા જાઓ છો તેમાં ઘણી માત્રામાં યુરિન ભળેલું હોય છે. આ યુરિન તેમાં તરતા લોકો જ કરતા હોય છે. જો કે કોઈ પણ આ વાત ખુલીને કબૂલ કરતા નથી. આ મુદ્દે એક સ્ટડી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે લગભગ એક લાખ 10 હજાર ગેલનવાલા સ્વિમિંગ પૂલમાં  લગભગ 8 ગેલન યુરિન ભળેલું હોય છે. આવું લોકો જાણી જોઈને નથી કરતા પરંતુ અસલ વાત એ છે કે સ્વિમિંગ પૂલમાં થોડો સમય વિતાવતા જ તેમની બ્લેડર પર એટલું પ્રેશર બનવા લાગે છે કે તેઓ પોતાના યુરિન પર કંટ્રોલ કરી શકતા નથી અને તેને પૂલમાં જ રિલીઝ કરી દે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news