close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 11 જૂનઃ નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ શ્રેષ્ઠ, અપેક્ષાઓ પૂર્ણ થવાની સંભાવના

નક્ષત્રો દરેક સમયે પોતાની ચાલબદલતા રહેતા હોય છે. આ નક્ષત્રોની આપણા જીવન પર ઊંડી અસર પડતી હોય છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને કયું નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યું છે તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. 

Jun 11, 2019, 09:58 AM IST

નવી દિલ્હીઃ ગ્રહોની ચાલ દરરોજ બદલાતી રહેતી હોય છે, જેના કારણે આપણો રોજનો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળતી હોય છે તો વળી ક્યારેક સામાન્ય દિવસ પસાર થઈ જતો હોય છે. કેટલીક વખત આપણે આખો દિવસ કોઈ કામમાં એવા ગુંચવાઈ જઈએ છીએ કે સાંજ પડતા નાકે દમ આવી જાય છે. તો આવો જાણીએ, તમારો આજનો દિવસ કેવો રહેશે. 

1/12

મેષ રાશિ

મેષ રાશિ

ઓફિસ કે ધંધામાં કોઈ નવી પહેલ કરવાનો સમય છે. તમારા કામકાજમાં નવા પ્રયોગ કરવામાં તમે સફળ થઈ શકો છો. આજનો દિવસ તમારા માટે ઠીક છે. આજે જે કંઈ વિચારશો તેમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. ભાગીદારીમાં પણ લાભ થશે. રોજિંદા કાર્યોમાં સફળતા મળી શકે છે. સંપત્તિના કામ પુરા થશે, પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળી જશે.

2/12

વૃષ રાશિ

વૃષ રાશિ

આજે વિચારેલા જૂના કાર્યો શરૂ કરો. ફાયદો થઈ શકે છે. સામુહિક અને સામાજિક કામ માટે આજનો દિવસ સારો છે. પરિવારના મોટાભાગના કાર્યો આજે તમારે પૂરા કરવા પડી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર તશે. કોઈ મોટા રોકાણનું આયોજન પણ કરી શકો છો. ધનલાભ થવાની સંભાવના છે. 

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

આજે ધનલાભ થઈ શકે છે. એવા કામમાં ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલતું રહેશે. અનેક પ્રકારના રોચક વિચારો અને નવા આયોજનો પણ બનાવી શકો છો. અપરિણિત લોકો માટે લગ્ન નક્કી થઈ શકે છે. તમે બુદ્ધિચાતુર્યથી તમારા પોતાના કામ પુરા કારવી શકો છો. આજે તમે ખુદને સાબિત કરી દેશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. 

4/12

કર્ક રાશિ

 કર્ક રાશિ

અચાનક ધનલાભ થઈ શકે છે. ફસાઈ ગયેલા નાણા પાછા આવવાની સંભાવના છે. નાણાને લગતી કેટલીક સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. કેટલીક સમસ્યાઓમાંથી બહાર નિકળવા માટે મિત્રો મદદરૂપ બની શકે છે. કામકાજ સંબંધિત સારા અને વ્યવહારિક વિચારો આવશે. વ્યવહાર કુશળતા અને સહનશક્તિ સાથે કામ કરશો તો મોટાભાગની સમસ્યાઓનો જાતે જ ઉકેલ લાવી શકશો.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

આજે તમે જે કોઈ કામ કરશો તેનાથી તમને થોડો ઘણો લાભ જરૂર થશે. કામકાજમાં તમને નાણા મળી શકે છે. મનમાં પૈસા અંગે અનેક પ્રકારના વિચાર આવી શકે છે. કાગળ સંબંધિત કાર્યો પૂરા કરવામાં ધ્યાન આપવું. કેટલાક કાગળો તમારા માટે અત્યંત મહત્વના હોઈ શકે છે. હરવા-ફરવા માટે પણ આજનો દિવસ સારો રહેશે. 

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

જૂનું ટેન્શન સમાપ્ત થઈ જશે. નવા કપડાની ખરીદી કરી શકો છો. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રે કામકાજ પૂરા થઈ શકે છે. મગજમાં અનેક પ્રકારના નવા વિચારો આવી શકે છે. આવક અને ખર્ચની બાબતે તમારે ધ્યાન આપવાનું રહેશે. સફળતા માટે ધીરજ જરૂરી છે. મિત્રો પાસેથી મદદ મળતી રહેશે. 

7/12

તુલા રાશિ

તુલા રાશિ

કામકાજના સમયે જવાબદારી વધી શકે છે. આખો દિવસ વ્યસ્તતામાં પસાર થશે. ધંધામાં કેટલીક સમસ્યાઓ સમજદારીથી ઉકેલી શકશો. તમે સફળ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. પ્રવાસનો કોઈ કાર્યક્રમ પણ બનાવી શકો છો. મુશ્કેલીઓને સામનો કરવા માટે પ્લાનિંગ બનશે. 

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

તમારા માટે આજનો દિવસ ખાસ રહેશે. કેટલીક એવી બાબતો બહાર આવી શકે છે જે આગામી દિવસોમાં તમને ફાયદો કરાવી શકે છે. કોઈ અઘરી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ સારો દિવસ છે. આજે સમજદારીનો ઉપયોગ કરવો. નવો સોદો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજનો દિવસ શુભ રહશે.

9/12

ધનુ રાશિ

ધનુ રાશિ

નોકરી, કારકિર્દી અને નાણાની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે. નવી નોકરી કે પ્રમોશનની સ્થિતિમાં છો તો તેમાં સફળતા મળી શકે છે. તમારી ઉત્સુક્તા ચરમ પર પહોંચી જશે. આજે તમે નવા લોકોનો સંપર્ક કરી શકો છો. કાર્યક્ષેત્રમાં ઘણા લોકો તમારી સાથે સહમત થઈ શકે છે. 

10/12

મકર રાશિ

મકર રાશિ

કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકો છો. આજનો દિવસ તમને મોટો ફાયદો કરાવનારો રહેશે. નવું કામ શરૂ કરવાને બદલે જૂનું કામ પૂરું કરવા પર વધુ ધ્યાન આપવું. અપરિણિત લોકો માટે આજનો દિવસ સારો છે. બીજા કરતાં આગળ નિકળવાની ઈચ્છા તેજ થઈ શકે છે. 

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

આજે તમે મજબૂતી અને ધીરજ સાથે કામ લેશો. આખો દિવસ પૈસા અંગે જ વિચારતા રહેશે. જમીન અને સંપત્તિના કાર્યોમાં પણ ધનલાભના યોગ છે. કોઈ નવું કામ કરવાનું વિચારતા હોવ તો તમારી સામે કેટલાક બીજા કામ આવી શકે છે. રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહેશો. ધીરજ રાખવી. આરોગ્ય સંબંધિત બાબતોમાં ચિંતા દૂર થઈ શકે છે. 

12/12

મીન રાશિ

મીન રાશિ

આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર થવાના યોગ છે, જેનાથી તમે ખુશ પણ રહેશો. તમારી મહત્વાકાંક્ષાઓ વધેલી રહેશે. તમારી અપેક્ષાઓને સંતુલિત રાખવાની રહેશે. તમારે ધંધા કે કામના કારણે પ્રવાસ ખેડવો પડી શકે છે. અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. ઓફિસમાં તનાવપૂર્ણ સ્થિતિ સમાપ્ત થઈ શકે છે. મહેનત અને ભાગીદારી સાથે કેટલાક કામ પૂરા કરી શકો છો, જે જોખમવાળા હોય.