Photos : સાળંગપુરના દાદાને 6.50 કરોડના સોનાના વસ્ત્રો અર્પણ કરાયા

આજે દાદાનો વહાલો દિવસ શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ બની રહ્યો છે

રઘુવીર મકવાણા/બોટાદ :સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મારૂતિ યજ્ઞ યોજાયો હતો. હનુમાનજી દાદાને આઠ કિલો સોનાના હીરા જડિત આભૂષણોના વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ આ પ્રસંગે ઉપસ્થિતિ રહ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. તો આજે દાદાનો વહાલો દિવસ શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ બની રહ્યો છે. 

શનિવાર અને કાળી ચૌદશનો શુભ સંયોગ

1/2
image

આજે દાદાનો વહાલો દિવસ શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ બની રહ્યો છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રોનું ઘણું મહત્વ છે. તમામ શાસ્ત્રો મુજબ, ત્રણ રાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે. જેમાં મહાશિવરાત્રી, કુષ્ણ પ્રગાટ્ય અને  કાળીચૌદશ. જેમાં આ રાત્રિમાં સ્વામીનારાયણ ભગવાનના કહ્યા મુજબ હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે. તેમજ તાંત્રિકો માટે ખૂબ જ મહત્વની અધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા અને સુખસંપત્તિને ઈચ્છતા લોકો માટે ખૂબજ મહત્વનું છે. આ મહારાત્રિમાં દેવી સપ્તીવાળા લોકો હાજર રહે છે, જે અધ્યાત્મિક સાધના, મંત્ર જાપ, યજ્ઞ, હવન પૂજન કરી અને અનંત ફળ પાપ્ર્ત થાય તેવી આશા રાખે છે.

6.50 કરોડના ખર્ચે સોનાના આભૂષણ તૈયાર કરાયા

2/2
image

આજે કાળી ચૌદશ અને શનિવારના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન  હનુમાનજી મંદિરે વહેલી સવારથી મહા આરતી, છડીનો અભિષેક, પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો. તેમજ અન્નકૂટ પણ દાદાને ધરવામાં આવ્યો હતો. તો આજે દાદાનો વહાલો શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ છે. તેથી દૂરદૂરથી મોટી સંખ્યામાં હરિભકતો આવી યજ્ઞમાં ભાગ લઈ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. આ સાથે જ આજે હનુમાનજી દાદાને 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના આભૂષણો, જે હીરા જડીત મોતીમાંથી બનેલ છે, તે વસ્ત્રો દાદાને અપર્ણ કરવામાં આવ્યા હતા.