આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!

Cyclone Asna Latest Update : ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાતના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું. કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. તો વરસાદે પણ તારાજી સર્જી હતી. ચલો જોઈએ, આશના વાવાઝોડાને કારણે કચ્છના કેવા હાલ થયા. 

આશના હજી પણ અસર તો કરશે જ 

1/5
image

વાવાઝોડાની અસરના કારણે હજી પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલા ગુજરાતમાં થોડી અસર બતાવશે. 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વસાદ થઈ શકે છે. તો કેટલાક ભાગોમાં અતિશય વરસાદના કારણે આવી શકે પૂર  

રૂપેણ બંદરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા

2/5
image

દ્વારકાના રૂપેણ બંદરમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં છાતી સમાં પાણી ભરાયાં હતાં. વરસાદ ઓછો થતા હાલ થોડા પાણી ઓસર્યા છે. પરંતું લોકોના ઘરવખરીને મોટા પાયે નુકસાની થઈ છે. ભારે વરસાદથી રૂપેણ બંદરના અનેક ઘરોમાં તારાજી સર્જાઈ છે. લોકોના ઘરોમાં ચારેતરફ પાણી જ પાણી છે. 

તંત્ર કુદરતી આફત સામે લાચાર 

3/5
image

માંડવીના બાબાવાડી વિસ્તારમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી. અહીં વાવાઝોડાની અસરને પગલે સેનાની ટીમ સાથે બચાવ કાર્યમાં જોડાઈ છે. અહીંની મેઘમંગલ સોસાયટી સહિત 5 અન્ય સોસાયટીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. તમામ સોસાયટીઓ પાણીથી તરબોળ થઈ ગઈ છે. ધારાસભ્ય અનિરૂદ્ધ દવેના બંગલામાં પણ પાણી ઘૂસ્યા હતા. 36 કલાકમાં 18 ઈંચ વરસાદથી ઘરમાં લોકો ફસાઈ ગયા હતા. ઘણાં સમયથી બહાર નીકળવાની ઈચ્છા પણ પાણી તરબોળ રસ્તાઓ હોવાથી બહાર નીકળી શક્તા ન હતા. સેના એનડીઆરએફ, ફાયરની ટીમ, પાલિકાઓની ટીમો, પીજીવીસીએલ અને ધારાસભ્યની ટીમ કામે લાગી હતી.

કચ્છમાં જનજીવન અસ્તવ્યસ્ત

4/5
image

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના માંડવીમાં ભારેથી ભારે વરસાદ વરસવાના લીધે જનજીવનને ભારે અસર પહોંચી છે. 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના પોશ વિસ્તારમાં પાણી ભરાયાં છે તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચ્છમાં ગત રાત્રે આખી રાત ભારે વરસાદ અને પવન બાદ સવારથી માત્ર પવનની હાજરી જોવા મળી હતી અને ઝરમર વરસાદ જ જોવા મળ્યો હતો ત્યારે માંડવીમાં ચક્રવાતની અસર તળે પવનની ગતિ હજુ પણ તેજ થઈ રહી છે. વહેલી સવારે ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ ઉત્તર તરફ કાંઠા વિસ્તારમાં 50 કિલોમીટર દૂર આગળ વધ્યું હતું પરંતુ ભારત પાકિસ્તાન નજીક પહોંચેલું ડીપ ડિપ્રેશન સાયકલોનમાં ફેરવાઈને દરિયામાં વધુ મજબૂત બની ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.તો માંડવી શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા , ધારાસભ્ય અનિરુદ્ધ દવે, SDRF ની ટીમ, NDRF ની ટીમ તેમજ આર્મીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસક્યું કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે રાત્રે પણ આર્મીની ટીમ દ્વારા રેસક્યું કરવામાં આવી રહ્યું છે તો અત્યાર સુધીમાં આર્મીની ટીમ દ્વારા 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો બોટ મારફતે લોકોને સ્થળાંતરિત કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્ય અને માંડવી નગરપાલિકાના નગરસેવકો દ્વારા ફૂડ પેકેટ પણ આપવામાં આવી રહ્યા છે.તો લોકોને હજુ 2 દિવસ સાવચેતી વર્તવા માટે તેમજ જરૂર ના હોય તો ઘરથી બહાર ના નીકળવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.લોકોના ઘરમાં પહેલા માળ સુધી પાણી ભરાયાં છે તો વાહનો પણ ભારે પાણીમાં તણાઈ રહ્યા છે.આર્મીની ટીમ દ્વારા વારાફરતી તમામ લોકોની મદદ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કોઈ પણ અનિચ્છનિય ઘટના ના ઘટી હોવાનું જણાવ્યું હતું.  

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

5/5
image

અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.