અમદાવાદના રિવરફ્રન્ટ પર આવી પહોંચ્યુ Seaplane, જુઓ Exclusive Pics...
સી પ્લેન ટ્રાયલને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સાબરમતી નદીની અંદર ફાયરબ્રિગેડના અધિકારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા. ત્યારે સી પ્લેનનું પ્રથમ રૂટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું
આશ્કા જાની/ અમદાવાદ: ગોવાથી અમદાવાદ સી પ્લેન આવી પહોંચ્યું છે. સી પ્લેન ટ્રાયલને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સાબરમતી નદીની અંદર ફાયરબ્રિગેડના અધિકારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા. ત્યારે સી પ્લેનનું પ્રથમ રૂટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારોઓ અને કોર્પોરેશન એવિએશનની ટિમો હાજર રહી હતી. બને બ્રિજ પર પણ પોલીસ તહેનાત કરી દેવામાં આવી હતી. લોકોના ટોળા અને ટ્રાંફિકના થાય તે માટે પોલીસ ગોઠવાઈ હતી.
સી પ્લેનના આગમનને લઈ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીઓ કરવામાં આવી હતી. સવારથી જ ફાયર બ્રિગેડના જવાનોને રિવરફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ પણ રિવરફ્રન્ટ આવી પહોંચી હતી. સાથે જ આ પ્રોજેક્ટની તમામ કામગીરીને પણ આખરી ઓપ આપવામાં આવી હતી. સી પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા વચ્ચે 8 જેટલી ટ્રીપ લગાવશે. જેમાં અમદાવાદથી 4 ફ્લાઇટ ઉડાન ભરશે. અમદાવાદથી કેવડિયા સુધીની સી પ્લેનની ઉડાનમાં એક વ્યક્તિની ટિકીટના ભાવ 4800 રૂપિયા રહેશે.
સી પ્લેનની કેપેસિટી 19 લોકોને બેસાડવાની છે, જોકે 14 મુસાફરોને એક ટ્રિપમાં સી પ્લેનમાં બેસાડવામાં આવશે, જેમાં 5 ક્રુ મેમ્બર રહેશે. સાંજે 6 વાગ્યા પછી સી પ્લેન ઉડાન નહિ ભરે, ફ્લાઇટ બંધ કરવામાં આવશે. 220 કિલોમીટરની યાત્રા સીપ્લેન 45 મિનિટમાં પૂરી કરશે. સવારે 8 વાગે સાબરમતી રિવરફ્રન્ટ પરથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે. હાલ નોન શિડયુલ ફલાઇટ તરીકે ઉપડવામાં ફલાઇટ ઉપાડવામાં આવશે. બાદમાં મુસાફરોનો જે રીતે સહયોગ રહેશે તેમ શિડયુલ નક્કી કરવામા આવશે. કેનેડાથી સાબરમતી ખાતે 2 સી પ્લેન લાવવામાં આવવાના છે. સી પ્લેન સાથે બે વિદેશી પાયલોટ પણ આવશે.
આ સી પ્લેન સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થશે. આ વિદેશી પાયલટ છ મહિના સુધી અહી રહીને સી પ્લેન માટેની તાલીમ આપશે. અમદાવાદ રિવરફ્રન્ટ પર બે માળનું એરોડ્રામ તૈયાર કરવામાં આવ્યું છે. વોટર એરોડ્રામ પર હવાની દિશા જાણવા માટે એર બેગ લગાવવામાં આવી છે. ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે જ મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે. સાથે જ બિલ્ડીંગમાં એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ ઈમરજન્સીની તમામ વ્યવસ્થા કરાઈ છે. જ્યારે કે, બીજા માળ પર વહીવટી કામગીરી માટે અધિકારીઓની બેઠક વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
વેઈટિંગ રૂમની સામે સી પ્લેનની ફ્લોટીંગ જેટ્ટી પર જવા માટે એક્ઝીટ આપવામાં આવી છે. વોટર એરોડ્રામ પર રિવરફન્ટ સાબરમતી અમદાવાદ સાથે gujsail અને civil એવિએશન વિભાગના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર પછી ગુજરાતને સી પ્લેનનું નવું નજરાનું મળવા જઇ રહ્યું છે, જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Trending Photos