Janmashtami 2023: 30 વર્ષ પછી જન્માષ્ટમી પર બનશે દુર્લભ સંયોગ, આ ઉપાય કરવાથી તમે બની શકો છો કરોડપતિ
Janmashtami 2023: ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ગણતરીના દિવસોમાં ઉજવાશે. આ વર્ષે જન્માષ્ટમી નો પર્વ 6 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 3.37 કલાકથી શરૂ થશે. જ્યારે અષ્ટમીનું સમાપન 7 સપ્ટેમ્બરે સાંજે 4.14 કલાકે થશે. જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર ગ્રહ અને નક્ષત્રોનો દુર્લભ સંયોગ સર્જાશે.
Trending Photos
Janmashtami 2023: ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ગણતરીના દિવસોમાં ઉજવાશે. આ વર્ષે જન્માષ્ટમી નો પર્વ 6 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 3.37 કલાકથી શરૂ થશે. જ્યારે અષ્ટમીનું સમાપન 7 સપ્ટેમ્બરે સાંજે 4.14 કલાકે થશે. જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર ગ્રહ અને નક્ષત્રોનો દુર્લભ સંયોગ સર્જાશે. આવો સંયોગ 30 વર્ષ પછી બનશે. આ વર્ષે જન્માષ્ટમી પર રવિ યોગ અને સર્વાથ સિદ્ધ યોગ બની રહ્યો છે.
જન્માષ્ટમીના દુર્લભ સંયોગ
આ પણ વાંચો:
શાસ્ત્રો અનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર રોહિણી નક્ષત્ર રહેશે અને ચંદ્રમાં વૃષભ રાશિમાં હશે. જન્માષ્ટમી પર આ દુર્લભ સ્થિતિ રહેશે. જેના કારણે 12 રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દુર્લભ સંયોગમાં શ્રીકૃષ્ણને પ્રસન્ન કરતાં કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિના અટકેલા કામ પૂરા થઈ શકે છે અને ધન લાભ પણ થઈ શકે છે.
જન્માષ્ટમી પર કરો આ ઉપાય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી શીઘ્ર ફળ મળે છે. આ વર્ષે જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણનો પંચામૃતથી અભિષેક કરવો. ત્યારબાદ આ પંચામૃતને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું. સાથે જ ભગવાનને મેવા અને મખાનાની ખીર તુલસીના પાન સાથે ધરાવવી.
આ ઉપરાંત જન્માષ્ટમીના દિવસે ભગવાનની પૂજા કરીને તેમને પંજરીનો ભોગ ધરાવો. જન્માષ્ટમીના દિવસે ભગવાનની પૂજા કરીને આ બે વસ્તુ નો ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને ઘરમાં ધનની આવક વધે છે સાથે જ પરિવારના સભ્યોનો સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે