ચૈત્રી નવરાત્રિમાં આવી રીતે લો ફરાળ...વધશે ઈમ્યુનિટી અને થશે ફાયદો
નવરાત્રિ ડાયેટને પ્લાન કરતા સમયે વિટામિન સીથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે- જામફળ, કીવી, ફુદીનો અને કોથમીર, લીંબુ, કોકમ વગેરે ઈમ્યુનિટી બૂસ્ટર ખાદ્ય પદાર્થોનું ધ્યાન રાખો. જે બાદ ખાદ્ય પદાર્થો બનાવો. જણાવી દઈએ છે વિટામિન સીથી ભરપૂર આહાર ન માત્ર ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
Trending Photos
નવી દિલ્લીઃ નવરાત્રિ ડાયેટને પ્લાન કરતા સમયે વિટામિન સીથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે- જામફળ, કીવી, ફુદીનો અને કોથમીર, લીંબુ, કોકમ વગેરે ઈમ્યુનિટી બૂસ્ટર ખાદ્ય પદાર્થોનું ધ્યાન રાખો. જે બાદ ખાદ્ય પદાર્થો બનાવો. જણાવી દઈએ છે વિટામિન સીથી ભરપૂર આહાર ન માત્ર ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
ઉપવાસ ન માત્ર ભગવવાનને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે પરંતુ તેનાથી માત્ર શરીરમાંથી વિષાક્ત પદાર્થોને પણ બહાર કાઢી શકાય છે. માનીએ તે કોવિડ -19ની લહેર હળવી થઈ ગઈ છે પરંતુ તેની ખતરો હજુ પણ ટળ્યો છે. એવામાં લોકો નવરાત્રિ ડાયેટને પ્લાન કરતા સમયે વિટામિન સીથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે- જામફળ, કીવી, ફુદીનો અને કોથમીર, લીંબુ, કોકમ વગેરે ઈમ્યુનિટી બૂસ્ટર ખાદ્ય પદાર્થોનું ધ્યાન રાખો. જે બાદ ખાદ્ય પદાર્થો બનાવો. જણાવી દઈએ છે વિટામિન સીથી ભરપૂર આહાર ન માત્ર ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે પરંતુ સંક્રમણથી બચાવવામાં ઉપયોગી છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે નવરાત્રિના નવ દિવસ ક્યો આહાર લેવો જોઈએ.
નવરાત્રિના નવ દિવસોનો આહાર-
પહેલો દિવસ-
પહેલા દિવસે તમે વધારો ખોરાક લો. જો પહેલા દિવસે તમે ઓછો ખોરાક લેશો તો બાકીના નવ દિવસ એનર્જી નહીં રહે. દિવસની શરૂઆત તમે દૂધ અને મખાનાથી કરી શકો છો. થોડી-થોડી વારે ખાવાનું રાખો. તમે સાંજ વ્રત ખોલતા સમયે વ્રતનું ભોજન પણ લઈ શકો છો. વ્યવસ્થિત ભોજન લેવાથી તમારા બાકીના દિવસ સારા જશે.
બીજો દિવસ-
બીજા દિવસે તમે એક પ્રકારના બાજરો કે જેને સમાના ચોખા કહેવામાં આવે છે. તેનું સેવન કરી શકો છે. જેની સાથે શરીરને ડિટોક્સ કરવા માટે તમે તુલસી વાળી ચા લઈ શકો છો.
ત્રીજો દિવસ-
ત્રીજા દિવસે તમે લિક્વિડ ડાયેટ શરૂ કરી શકો છો. ચા અને દૂધ સાથે મિલ્કશેક, બનાનાશેક કે ઠંડાઈનું સેવન કરી શકો છો. સાથે જ મખાના અને મેવો પણ લઈ શકો છો.
ચોથો દિવસ-
તમે તમારા દિવસની શરૂઆત સ્મૂધીથી કરી શકો છો. સાથે જ તમે ફરાળી લાડવા અને બટાટાની ચિપ્સ(ઓછા તેલમાં તળેલી) લઈ શકો છો.
પાંચમો દિવસ-
પાંચમાં દિવસે તમે કુટ્ટુના લોટમાંથી બનતી વસ્તુઓ લઈ શકો છો. કુટ્ટુનો લોટ ફરાળી હોય છે. કુટ્ટુના વડા, કુટ્ટુની રોટલીનું સેવન કરી શકો છો.
છઠ્ઠો દિવસ-
આ દિવસે તમે ફળોનું સેવન કરી શકો છો. ખાસ કરીને વિટામિન સી યુક્ત ફળોનું સેવન કરી શકો છો.
સાતમો દિવસ-
કેટલાક લોકો એવા હોય છે જેઓ પહેલા અને છેલ્લા દિવસે વ્રત રાખે છે. એવામાં તમે સાતમાં દિવસે સિંધાલૂણથી બનેલું ભોજન જેવું કે - કુટ્ટૂની રોટલી અને સુકીભાજી, રોસ્ટ કરેલા બટાટા લઈ શકો છે. સાથે જ દહીંની વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.
આઠમો અને નવમો દિવસ-
આ બે દિવસ વધુ ભારે ભોજન ન લો. આ બે દિવસ તમે ભરપૂર માત્રામાં પાણી પીઓ અને હળવું ભોજન લો. દૂધથી બનેલી વસ્તુઓનું સેવન કરો. એવું એટલા માટે કારણ કે દૂધમાં પૉલીફેનૉલ્સ હોય છે. જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે