આજે સ્પષ્ટ થશે સેમિ ફાઈનલનું ચિત્ર, ન્યૂઝીલેન્ડ હારશે તો ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે ટક્કર જામશે. આ મેચ ઉપર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતની દૃષ્ટિ મંડાઈ છે. કારણ કે આ મેચનું પરિણામ સેમિ ફાઇનલમાં ભારત સાથે કઈ ટીમ રમશે તે ચિત્ર સ્પષ્ટ થશે. ભારત પોઇન્ટટેબલમાં ટોચે છે.

આજે સ્પષ્ટ થશે સેમિ ફાઈનલનું ચિત્ર, ન્યૂઝીલેન્ડ હારશે તો ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ક્રિકેટનો વર્લ્ડ કપ હાલ રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. લીગ મેચમાં બેસ્ટ પર્ફોમન્સ કરીને ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી છે. ત્યારે આજે શ્રીલંકા અને ન્યૂઝલેન્ડ વચ્ચે લીગ મેચનો મુકાબલો મહત્ત્વનો બની રહેશે. જો આજે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે હારી જશે તો વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. એ સાથે જ પાકિસ્તાનનો રસ્તો સાફ થઈ જશે. અને પછી ભારત અને પાકિસ્તાન સેમિ ફાઈનલમાં ટકરાશે. જો ભારત સેમિ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવશે તો ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા સામે ફાઈનલ રમવાનો વારો આવશે. આ તમામ સંભાવનાઓ પરથી આજે પડદો ઉચકાશે, આજે સેમિ ફાઈનલની ચાર ટીમો અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે ટક્કર જામશે. આ મેચ ઉપર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતની દૃષ્ટિ મંડાઈ છે. કારણ કે આ મેચનું પરિણામ સેમિ ફાઇનલમાં ભારત સાથે કઈ ટીમ રમશે તે ચિત્ર સ્પષ્ટ થશે. ભારત પોઇન્ટટેબલમાં ટોચે છે. તેથી સેમિ ફાઇનલમાં ભારત સામે ચોથા ક્રમે આવનારી ટીમ હશે. પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ચોથા ક્રમની દાવેદાર ટીમ છે. ૬. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બીજા અને ત્રીજા ક્રમે છે. પહલી સેમિ ફાઇનલ 15મીએ રમાશે,

ભારત સામે રમનારી ચોથા ક્રમની ટીમ આ રીતે નક્કી કરાશે-
રેટિંગમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 8-8 અંક છે પરંતુ નેટ રનરેટમાં ન્યૂઝીલેન્ડ (0.398) આગળ છે. ન્યૂઝીલેન્ડગુરુવારે જીતે તો તેનો અંક 10 થઈ જશે. જોકે વરસાદને કારણે મેચ નહીં રમાય તો બંને ટીમને 11 એક મળશે અને પાકિસ્તાનનો માર્ગ મોકળો થઈ જરો. 0.036 રનરેટવાળા પાકિસ્તાનને ન્યૂઝીલૅન્ડથી આગળ વધવા માટે ઝળહળતી સફળતા મેળવવી પડે. તેણે ઇંગ્લેન્ડને ઓછામાં ઓછા 130+ રનથી હરાવવું પડે.

એટલે કે ન્યૂઝીલૅન્ડે જે અંતરે શ્રીલંકાને હરાવે તો પાકિસ્તાન ઈંગ્લેન્ડને કોઈ પણ અંતરથી હરાવીને આગળ વધી શકે છે. અફઘાનિસ્તાનની છેલ્લી લીગ મેચ દક્ષિણ આફ્રિકા સાથે રમાશે. નેટ રનરેટ (70,338)માં અફઘાન ટીમ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતાં પાછળ છે. વર્તમાન સ્થિતિમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન મેચ હારી જાય અને અપાન ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવે તો જ તે સેમિ ફાઇનલમાં પહોંચી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news