સૂતેલુ નસીબ જગાડે છે આ પત્થર, જેની પાસે હોય તેનું નસીબ અંબાણી જેવું ચમકે છે

Mysterious Rock : આ પત્થરના ઈંડાનુ રહસ્ય શોધવામાં વૈજ્ઞાનિકોને વર્ષો વીતી ગયા, જે લોકોનું ભાગ્ય ચમકાવે છે

સૂતેલુ નસીબ જગાડે છે આ પત્થર, જેની પાસે હોય તેનું નસીબ અંબાણી જેવું ચમકે છે

Mysterious Cliff : પૃથ્વી પરની અનેક પ્રાકૃતિક ઘટનાઓના રહસ્ય હજી પણ ખૂલ્યા નથી. આજે પણ અનેક જગ્યાઓ એવી છે જેનુ રહસ્ય કોઈ જાણતુ નથી. આ જગ્યાઓ પર રહસ્યમયી ઘટનાઓ બનતી રહે છે. વિજ્ઞાન પણ આ રહસ્ય ખોલવા સક્ષમ નથી. ચીનની એક જગ્યા પણ આવા જ રહસ્યોથી ભરેલી છે. અહીં એક એવો પર્વત છે, જે અનેક વર્ષોથી ઈંડાનું સર્જન કરે છે. વૈજ્ઞાનિકો પણ આ પાછળનું કારણ જાણી શક્યા નથી. પરંતુ કહેવાય છે કે, આ પર્વત પરના ઈંડા જે પણ મેળવે છે તેનુ નસીબ ચમકી જાય છે. તેને પામવા માટે લોકો ગમે તે હદે જવા તૈયાર થાય છે. તેમનુ માનવુ છે કે આ ઈંડા તેમના માટે શુભ સંકેત બનીને આવે છે.

ઈંડા આપનારો પર્વત
તમે મરઘીને ઈંડા આપતા સાંભળ્યુ હશે, તો પૃથ્વી પરના અનેક જીવ ઈંડા આપે છે, પરંતુ ‘ધ મેટ્રો’ માં પબ્લિશ રિપોર્ટ અનુસાર, ચીનનો એક પર્વત ઈંડા આપે છે. આ પર્વતમાં 30 વર્ષ સુધી ઈંડા બનતા રહે છે. ત્રીસ વર્ષ બાદ આ ઈંડા પર્વતની પરતમાંથી બહાર આવવા લાગે છે. આ પર્વતની ઊંચાઈ 19 ફીટ અને લંબાઈ 65 ફીટ છે. આ એક અદભૂત અને અકલ્પનીય ઘટના છે, જેને જોવા માટે આખા ચીનથી લોકો આપે છે અને પ્રાર્થના કરે છે કે આ ઈંડા તેમને મળે. ચીનની માન્યતા છે કે, જે પણ આ પત્થર ચોરે છે, તેનુ ભાગ્ય ચમકી જાય છે.  

ગામના લોકો ચોરી જાય છે
આ પહાડી જ્યાં આવેલી છે તે ગામનુ નામ ગુલુ  (Gulu Village) છે. તેની પાસે એક ગુફા બનેલી છે. અહીંના લોકોનુ કહેવુ છે કે, તેઓએ પૂર્વજો પાસેથી સાંભળ્યુ હતું કે જેની પાસે આ પત્થર આવે છે તેના માટે ભાગ્યની વાત કહેવાય. તેથી લોકો તેને સાથે લઈ જાય છે. અહીં 70 ઈંડા બચ્યા છે. જેને અત્યાર સુધી સુરક્ષિત કરાયા છે, બાકીના પત્થરો લોકો ચોરીને લઈ ગયા છે. તો કેટલાકે તેને વેચી દીધા છે.  
 
કાળા રંગના પત્થરના ઈંડા નીકળે છે
આ રહસ્યમયી પત્થરોને ‘ચન દન યા’ ના નામથી ઓળખવામાં આવે છે. આ ઈંડા આપનારી કાળી પહાડી કાળા રંગથી રંગાયેલી છે. જેમાંથી સમયાંતરે ઈંડા બહારથી આવતા જાય છે. આ ઈંડા ધીરે ધીરે પહાડીની સપાટી પરથી બહાર આવતા જાય છે. 30 વર્ષ બાદ તે આપોઆપ પહાડીથી અલગ થઈ જાય છે, અને નીચે પડે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે.   

સૌભાગ્યનું પ્રતીક છે પત્થર
આ ઈંડા કાળા અને ઠંડી સપાટી ધરાવે છે. ચીની લોકોનું માનવુ છે કે, આ ઈંડા સૌભાગ્યનું પ્રતિક છે, તેથી લોકો તેને પામવાની ચાહતમાં દર વર્ષે અહી આવે છે. તેમને આ ઈંડા મળે તેવી ઈચ્છા ધરાવે છે. પરંતુ કેટલાકને મળે છે, તો કેટલાક ખાલી હાથે પાછા ફરે છે. કહેવાય છે, જેની નજર સામે પત્થર તૂટીને નીચે પડે છે તે જ તેને ઘર લઈ જઈ શકે છે.

વૈજ્ઞાનિકો આ વિશે શું કહે છે
આ પત્થરના ઈંડાનુ રહસ્ય શોધવામાં વૈજ્ઞાનિકોને વર્ષો વીતી ગયા. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આ પહાડી કરોડો વર્ષો જૂની છે. તેના પર પરીક્ષણ કરતા માલૂમ પડ્યુ કે, આ પહાડી 500 મિલિયન વર્ષો પહેલા કેમ્બ્રિયન કાળમાં બની હતી. આ એક કૈલકેરિયસ પહાડી છે, જે દુનિયાના અનેક દેશોમાં છે. આ પહાડીનો મોટો હિસ્સો માઉન્ડ ગૈંડેગ વિસ્તારમા આવે છે. આ પહાડી બનવા અને નષ્ટ થવામાં લાગતા સમયની વચ્ચે આ ઈંડાનું નિર્માણ થયુ હોઈ શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news