10 સપ્ટેમ્બરે બની રહ્યો છે દુર્લભ યોગ, આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-સંપત્તિમાં ઉછાળો આવશે

રવિ પુષ્ય યોગને તમામ યોગમાં ખુબ દુર્લભ યોગમાંથી એક ગણવામાં આવે છે. 10 સપ્ટેમ્બરના રોજ રવિ પુષ્યયોગ બનવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય જબરદસ્ત ચમકી શકે છે. 

10 સપ્ટેમ્બરે બની રહ્યો છે દુર્લભ યોગ, આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-સંપત્તિમાં ઉછાળો આવશે

જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્ર વિશે જણાવવામાં આવ્યું છે. તેમાંથી એક છે રવિ પુષ્ય નક્ષત્ર. તેને ખુબ ફળદાયી યોગોમાથી એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પુષ્ય નક્ષત્ર રવિવાર કે પછી ગુરુવારે આવે તો તે ખુબ શુભ હોય છે. આ યોગને તમામ શુભ દુર્લભ યોગમાંથી એક માનવામાં આવે છે. અત્રે જણાવવાનું કે 10 સપ્ટેમ્બરના રોજ રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે અજા એકાદશી પણ છે. આથી આ દિવસનું મહત્વ વધી જાય છે. આ દિવસે સોના-ચાંદી, વાહન, મકાન, સંપત્તિ ખરીદવાનું ખુબ શુભ મનાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. 

શું છે રવિ પુષ્ય નક્ષત્ર?
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્રો વિશે જણાવવામાં આવ્યું છે. જેમાંથી 8માં સ્થાન પર પુષ્ય નક્ષત્ર આવે છે જે અમરેજ્ય માનવામાં આવે છે. સાધારણ શબ્દોમાં કહીએ તો આ નક્ષત્ર બનવાથી જીવનમાં સ્થીરતા આવે છે. રવિ પુષ્ય નક્ષત્રના સ્વામિ શનિ છે. પરંતુ તેની પ્રકૃતિ ગુરુ ગ્રહની જેમ હોય છે. આ કારણે આ યોગ સુખ સમૃદ્ધિ વૈભવ અને સફળતા લાવે છે. 

ક્યારે બની રહ્યો છે યોગ?
રવિ પુષ્ય યોગ 10 સપ્ટેમ્બરે સાંજે 5.06 મિનિટથી શરૂ થઈને 11 સપ્ટેમ્બરના રોજ સવારે 6.15 વાગ્યા સુધી રહેશે. જાણો કઈ રાશિવાળાને થશે લાભ.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે રવિ પુષ્ય નક્ષત્ર ખુબ શુભ રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથે મળવાની સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને આવામાં તમે કોઈ મોટા નિર્ણય લઈ શકો છો. તમારું સંચાર કૌશલ ખુબ જ પ્રભાવી રહેશે. 

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે રવિ પુષ્ય નક્ષત્ર ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. સૂર્ય આ રાશિમાં પહેલા ભાવમાં બિરાજમાન છે. આ સાથે જ પુષ્ય નક્ષત્ર બનવાથી ધન ધાન્યનો વધારો  થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરજો જે લાભકારી સાબિત થઈ શકે છે. વાહન, સંપત્તિ, ખરીદવાનું પણ સપનું પૂરું થઈ શકે છે. 

તુલા રાશિ
આ રાશિવાળા માટે રવિ પુષ્ય નક્ષત્ર  ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લાંબા  સમયથી અટકેલા કામ એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. માતા પિતા તમારા યોગ્ય નિર્ણયમાં સાથ આપી શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ લાભ મળી શકે છે. સામાજિક માન સન્માનમાં પણ વધારો થશે. વેપારમાં જેટલી પણ મહેનત કરી છે તેનું ફળ તમને હવે મળી શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news