82 દિવસ બાદ શનિનો રાહુના નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિવાળા શાનદાર જીવન જીવશે, નોકરી-ધંધામાં જબરદસ્ત પ્રગતિ થશે
શનિ રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. હાલ શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં છે. જ્યારે 3 ઓક્ટોબરના રોજ તે નક્ષત્ર પરિવર્તન કરીને રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરશે. રાહુને છાપા કે પાપી ગ્રહ પણ ગણવામાં આવે છે. જ્યારે શનિને ક્રુર ગ્રહ માનવામાં આવે છે. શનિના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓને લાભ થશે તો કેટલીક રાશિવાળાએ સંભાળીને રહેવાની જરૂર છે.
Trending Photos
નવગ્રહમાં શનિ સૌથી મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક ગણવામાં આવે છે. આ એક એવો ગ્રહ છે જે વ્યક્તિને તેના કર્મો મુજબ ફળ આપે છે. આ સાથે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને શનિ સાડા સાતી અને ઢૈય્યા જેવા હક મળેલા છે. આવામાં દરેક જાતકના જીવનમાં એકવાર તો શનિની દ્રષ્ટિ જરૂર પડે છે. નવગ્રહમાંથી શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. આવામાં તે રાશિ ચક્ર પૂરું કરવામાં 30 વર્ષ જેટલો લાંબો સમય લે છે. શનિ રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. હાલ શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં છે. જ્યારે 3 ઓક્ટોબરના રોજ તે નક્ષત્ર પરિવર્તન કરીને રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરશે. રાહુને છાપા કે પાપી ગ્રહ પણ ગણવામાં આવે છે. જ્યારે શનિને ક્રુર ગ્રહ માનવામાં આવે છે. શનિના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓને લાભ થશે તો કેટલીક રાશિવાળાએ સંભાળીને રહેવાની જરૂર છે. શતભિષા નક્ષત્રમાં શનિના પ્રવેશથી કોને બંપર લાભ થશે તે ખાસ જાણો.
ક્યારે કરશે પ્રવેશ
વેદિક પંચાંગ મુજબ શનિ 3 ઓક્ટોબરના રોજ બપોરે 12.30 વાગે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ નક્ષત્રમાં 27 ડિસેમ્બર સુધી રહેશે. ત્યારબાદ પુર્ન: પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. 27 નક્ષત્રમાંથી શતભિષા નક્ષત્ર 24મું હોય છે. આ નક્ષત્રનો સ્વામી રાહુ અને રાશિ કુંભ છે.
વૃષભ રાશિ
આ રાશિના દશમ ભાવમાં શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરીને બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ થવાનો છે. આ ભાવને કરિયરનો ભાવ ગણવામાં આવે છે. આવામાં આ રાશિના જાતકોને કરિયરમાં ઘણો લાભ થશે. વ્યવસાયિક લાઈફમાં અપાર સફળતા સાથે તમારા લક્ષ્યોમાં સફળ થઈ શકો છો. વિદેશ મુસાફરીનો યોગ છે. જો તમને વિદેશ ફરવાનું મન હશે તો આ સપનું જરૂર પૂરું થઈ શકે છે. આ ઉપરાંત વિદેશ સ્ત્રોતથી ધનલાભના પણ યોગ છે. આવામાં જે રાશિવાળાને વિદેશમાં વેપાર ધંધા ચાલતા હોય તેમને ખુબ લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
ધનુ રાશિ
શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરીને આ રાશિના ત્રીજા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. કરિયરમાં લાભ મળવાના યોગ છે. જેનાથી ખુશ રહેશો. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નોકરીમાં અનેક તકો મળી શકે છે. કાર્યસ્થળે લાંબા સમયથી ચાલતા પ્રોબ્લમનો ઉકેલ આવી શકે છે. આ સાથે જ સહકર્મીઓ સાથે સંબંધ સારા થશે. તમારા માન સન્માનમાં વધારો થશે. બિઝનેસમાં પણ ખુબ લાભ મળવાના યોગ છે. સરકારી પ્રોજેક્ટ પર કામ કરતા હશો તો ખુબ લાભ થશે. મિત્રો કે પરિવાર સાથે કોઈ મુસાફરી પર જઈ શકો છો. લવ લાઈફ પણ સારી રહેશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે.
મેષ રાશિ
શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરીને આ રાશિના અગિયારમાં ભાવમાં રહેશે. આ ભાવ ઈચ્છાઓ અને આકાંક્ષાઓનો ભાવ કહેવાય છે. આવામાં શનિના રાહુના નક્ષત્રમાં આવવાથી આ રાશિના જાતકોની અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. લાંબા સમયથી જે કામ પૂરા થવા માટે ખુબ મહેનત કરતા હતા અને પરેશાનીઓ આતી હતી તે હવે પૂરું થઈ શકે છે. આ સાથે જ કરજ આપેલા પૈસા પાછા આવી શકે છે. જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને લાભ થશે. કરિયરમાં તમે ખુબ સંતુષ્ટ જોવા મળી શકો છો. લાંબા સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થશે. શનિદેવ તમને દરેક પડકારનો સામનો કરવામાં અને તેને પહોંચી વળવામાં મદદ કરશે. આધ્યાત્મ તરફ તમે વળેલા રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે