Shanidev: આ 5 રાશિ છે શનિદેવને અત્યંત પ્રિય, સાડા સાતી-ઢૈય્યાથી રાખે દૂર, ધનની ક્યારેય કમી ન હોય!

શનિ તમામ ગ્રહોમાં સૌથી મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે. જેના કારણે જાતકોના જીવન પર શુભ અશુભ પ્રભાવ વધુ દિવસો સુધી રહે છે. શનિની સાડા સાતી અને ઢૈય્યા જ્યારે કોઈના પર આવે ત્યારે દુખનો ડુંગર ખડકાઈ જાય છે. મકર અને કુંભ રાશિ શનિદેવની પોતાની રાશિઓ છે. શનિદેવની પ્રિય રાશિઓ વિશે જાણો. 

Shanidev: આ 5 રાશિ છે શનિદેવને અત્યંત પ્રિય, સાડા સાતી-ઢૈય્યાથી રાખે દૂર, ધનની ક્યારેય કમી ન હોય!

જ્યોતિષ  શાસ્ત્રમાં શનિદેવને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે. લોકોને તેમના કર્મો મુજબ તેઓ ફળ આપે છે. શનિદેવનું નામ પડતા જ લોકોને ગભરાહટ થઈ જાય છે. વૈદિક જ્યોતિષમાં જે જાતકોની કુંડળીમા શનિદેવ અશુભ ઘરમાં બેસે છે તેમને તેઓ તમામ પ્રકારના કષ્ટ  અને પરેશાનીઓ આપે છે. તેનાથી ઉલટું જો શનિની દશા કુંડળીમા શુભ હોય તો વ્યક્તિને રાજપાઠ, ધન, વૈભવ, સંપત્તિ અને માન સન્માન અપાવે છે. કુંડળીમા શુભ શનિ વ્યક્તિને ઉચું પદ અપાવે છે. શનિ તમામ ગ્રહોમાં સૌથી મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે. જેના કારણે જાતકોના જીવન પર શુભ અશુભ પ્રભાવ વધુ દિવસો સુધી રહે છે. શનિની સાડા સાતી અને ઢૈય્યા જ્યારે કોઈના પર આવે ત્યારે દુખનો ડુંગર ખડકાઈ જાય છે. મકર અને કુંભ રાશિ શનિદેવની પોતાની રાશિઓ છે. શનિદેવની પ્રિય રાશિઓ વિશે જાણો. 

મકર રાશિ
મકર રાશિ શનિદેવની પ્રિય રાશિઓમાંથી એક છે. આ રાશિના સ્વામી શનિદેવ પોતે છે. વૈદિક જ્યોતિષ મુજબ જ્યારે શનિદેવ ગોચર કરે છે ત્યારે કેટલીક રાશિ પર સાડા સાતી શરૂ થાય તો કેટલાકની ખતમ થાય છે. મકર રાશિ પર શનિની સાડાસાતીનો વધુ પ્રભાવ રહેતો નથી. શનિદેવ વધુ કષ્ટ આપતા નથી. મકર રાશિના જાતકો શનિદેવની પૂજા કરે તો શનિદેવ તેમના પર પ્રસન્ન થઈને તેમને શનિદોષથી મુક્ત  કરે છે. 

કુંભ રાશિ
કુંભ રાશિ શનિદેવની બીજી પ્રિય રાશિ છે. આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. કુંભ રાશિના જાતકો પર શનિદેવ વધુ મહેરબાન રહેતા હોય છે. આ જાતકોના જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. 

તુલા રાશિ
તુલા રાશિ પણ શનિદેવની ઉચ્ચ રાશિ ગણાય છે. જેમા શનિદેવ હંમેશા શુભ રહે છે. જો તુલા રાશિના જાતકોની કુંડળીમાં શનિ શુભ ગ્રહ સાથે અન્ય સ્થાન પર બેસે છે તો ખુબ જ શુભ ફળ આપે છે. આ રાશિના જાતકોએ પણ ક્યારેય વધુ દિવસો સુધી કષ્ટ ઝેલવા પડતા નથી. 

ધનુ રાશિ
ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ ગણવામાં આવે છે. શનિ અને ગુરુનો પરસ્પર મિત્રતાનો  ભાવ છે. આ કારણે શનિદેવ હંમેશા ધનુ રાશિવાળા પર મહેરબાન રહે છે. જ્યારે પણ શનિની સાડા સાતી કે ચાલમાં ફેરફાર થાય છે તો આ રાશિના જાતકો પર શનિ મહેરબાન રહે છે. ધનુ રાશના જાતકો પર શનિદેવ સુખ સમૃદ્ધિ અને ધન દૌલતની વર્ષા કરે છે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિ ઉપર પણ શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ રાશિના સ્વામી શુક્ર છે. વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ વૃષભ રાશિના જાતકો પર હંમેશા પોતાની કૃપા જાળવી રાખે છે. 

Disclaimer: 
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news