મડદા અને યમરાજ સાથે શું છે રોટલીનું કનેકશન? થાળીમાં 3 રોટલી પીરસવાની કેમ પડાય છે ના?
Serving Chapati Mistakes: થાળીમાં એક સાથે કેમ નથી પીરસવામાં આવતી 3 રોટલી? હોશ ઉડાવી દેશે કારણ...આ નિયમો વિશે ભાગ્યે જ કોઈને કદાચ ખબર હોય. તો આજે અમે તમને એવા જ કેટલાક નિયમો વિશે જણાવીશું જે તમારે ઘરમાં થાળી પીરસતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ.
Trending Photos
Roti: આપણે ત્યાં અનેક માન્યતાઓ પ્રવર્તમાન છે. જેમકે, બિલાડી રસ્તા કાપીને જાય, કાચ ફૂટે, દુધ ધળે આ બધાને એક પ્રકારે અશુભ માનવામાં આવે છે. અપશુકન પણ ગણવામાં આવે છે. એક જ એક બાબત છે જમતી વખતે થાળીમાં પીરસાતી રોટલીની. જીહાં રોટલી સાથે પણ આવી જ એક માન્યતા પ્રવર્તમાન છે. ઘણાં ઓછા લોકો આ માન્યતા વિશે જાણતા હશે. શું તમે જાણો છોકે, જમતી વખતે થાળીમાં કેટલી રોટલી પીરસવી જોઈએ? એ સવાલને બીજી રીતે પૂછવામાં આવે તો શું તમે જાણો છોકે, જમતી વખતે થાળીમાં એક સાથે ત્રણ રોટલી કેમ નથી પિરસવામાં આવતી? હવે એ જ સવાલને તમે ત્રીજી રીતે પૂછો તો એ જાણોકે, જમતી વખતે એક સાથે ત્રણ રોટલી કોને પીરસવામાં આવે છે? આ દરેક સવાલોનો જવાબ તો એક જ છે. પણ આ દરેક સવાલો અને તેની પાછળની સમજણ અગત્યની છે.
હિન્દુ શાસ્ત્રોમાં રોટલી પીરસવા માટે પણ અનેક નિયમો ગણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવામાં ના આવે તો જીવનમાં વણનોતરેલી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. શું તમે આ નિયમો વિશે જાણો છો? જો ભોજન, પીરસવાની પ્રથા અને રીતભાત અંગેની માહિતી આપની પાસે ના હોય તો જાણી લેજો. જમતી વખતે કેટલી રોટલી થાળીમાં પીરસવી એ જાણી લેજો અને શું છે તેનો નિયમ તે પણ જાણી લેજો. Alert! રોટલી પીરસતી વખતે નીચે દર્શાવેલી આ 3 ભૂલ ભૂલેચૂકે ન કરતા, નહીં તો નસીબ રીસાઈ જશે, પાઈ પાઈના મહોતાજ થઈ જશો.
મહેમાનોને ન આપવી જોઈએ આવી રોટલી-
હિન્દુ શાસ્ત્રો મુજબ ઘરમાં આવેલા મહેમાનો દેવતા સમાન હોય છે. તેમનો સત્કાર જેટલો કરીએ એટલો ઓછો જ હોય છે. અનેકવાર રોટલી વધુ અને સભ્યો ઓછા હોય ત્યારે રોટલી બચી જતી હોય છે. જો આમ બને તો આવી વાસી રોટલીઓ મહેમાનોને ક્યારેય પીરસવી ન જોઈએ. આમ કરવાથી દેવી દેવતાઓ નારાજ થાય છે. આવી ભૂલ કરતા બચવું જોઈએ.
આ રીતે ના પીરસવી જોઈએ રોટલી-
અનેકવાર આપણે ઉતાવળમાં ભોજન કરવા બેઠેલી વ્યક્તિને હાથમાં જ રોટલી રાખીને પીરસતા હોઈએ છીએ. માન્યતાઓ મુજબ આમ કરવાથી બચવું જોઈએ. નહીં તો ઘરમાં દરિદ્રતાનો ઓછાયો આવી પડે છે. આ ઉપરાંત એવું કરવાથી રોટલી ખવડાવવાનું પુણ્ય પણ સમાપ્ત થઈ જાય છે. આ ભૂલથી બચવા માટે જમવા બેઠેલી વ્યક્તિને થાળી કે ડીશમાં રોટલી લઈને જ પીરસવી જોઈએ.
એક જ વખતમાં 3 રોટલી ન પીરસવી-
જાણે અજાણ્યે આપણે એવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે જેનું પરિણામ ભોગવવાનો વારો આવે છે. શાસ્ત્રો મુજબ જ્યારે પણ થાળી પીરસતા હોઈએ ત્યારે એક સાથે 3 રોટલી પીરસવી જોઈએ નહીં. જેની અસર ઘરની સુખ શાંતિ પર જોવા મળી શકે છે. આ ઉપરાંત આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા હાવી થાય છે અને આથી આ રીતે થાળીમાં 3 રોટલી પીરસતા બચવું જોઈએ.
મૃતકની થાળીમાં રખાય છે 3 રોટલી-
આ ઉપરાંત હિન્દુ ધર્મની માન્યતા મુજબ થાળીમાં 3 રોટલી રાખવી એ મૃતકના ભોજન સમાન ગણાય છે. તેની પાછળની માન્યતા એ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના ત્રયોદશી સંસ્કાર (તેરમું) પહેલા ભોજનની થાળીમાં એક સાથે 3 રોટલી રાખવાનું ચલણ છે. આ થાળી મૃતકને સમર્પિત કરાય છે. તેને ફક્ત પીરસનાર વ્યક્તિ જ જોઈ શકે છે. આ સિવાય કોઈ નહીં. આથી થાળીમાં 3 રોટલી રાખવાને મૃતકનું ભોજન ગણાય છે અને આમ કરવાની ના પાડવામાં આવે છે.
આ છે વૈજ્ઞાનિક કારણ-
જો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો વ્યક્તિએ એક સાથે વધુ ભોજન કરવું જોઈએ નહીં. થોડું થોડું લઈને ખાવું જોઈએ. એક સામાન્ય વ્યક્તિ માટે એક વારમાં એક વાટકી દાળ, એક વાટકી શાક, 50 ગ્રામ ભાત અને બે રોટલી પૂરતા હોય છે. જો તેનાથી વધુ ભોજન કરે તો તેને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે