Dustbin: ઘરમાં આ જગ્યાએ રાખેલી ડસ્ટબીન લાવે ગરીબી, મરણ મૂડી પણ ખર્ચાઈ જશે અને ઘરમાં રહેશે અશાંતિ

Dustbin Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં દરેક વસ્તુને રાખવાની યોગ્ય દિશા વિશે જણાવવામાં આવ્યું છે. તેવી જ રીતે ઘરમાં ડસ્ટબીન પણ યોગ્ય દિશામાં રાખવી જોઈએ. ડસ્ટબીન ખોટી જગ્યાએ રાખેલી હોય તો ઘરમાં પૈસા ટકતા નથી અને ગરીબી વધે છે. 

Dustbin: ઘરમાં આ જગ્યાએ રાખેલી ડસ્ટબીન લાવે ગરીબી, મરણ મૂડી પણ ખર્ચાઈ જશે અને ઘરમાં રહેશે અશાંતિ

Dustbin Vastu Tips: ઘરની દરેક દિશાની પોતાની અલગ ઊર્જા હોય છે. ઘરમાં રાખેલી દરેક વસ્તુની પણ ઉર્જા હોય છે. જો કોઈ વસ્તુને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે વસ્તુની ઊર્જા નકારાત્મક થઈ જાય છે. સકારાત્મક અને નકારાત્મક ઊર્જાના નિયમ વિશે વાસ્તુશાસ્ત્રમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે. ઘરની દરેક વસ્તુને લઈને જે નિયમો જણાવવામાં આવ્યા છે તેમાં ડસ્ટબીનનો પણ સમાવેશ થાય છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબીનને પણ યોગ્ય દિશામાં રાખવી જોઈએ. ઘરમાં જો ખોટી દિશામાં ડસ્ટબીન રાખવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. સૌથી વધારે તો ધનહાનિનો સામનો કરવો પડે છે. તો ચાલો તમને જણાવીએ વાસ્તુશાસ્ત્રમાં ડસ્ટબીનને લઈને શું જણાવેલું છે ?

કઈ દિશામાં ન રાખવી ડસ્ટબીન ?

જો ઘરમાં ખોટી જગ્યાએ ડસ્ટબીન રાખવામાં આવે તો માં લક્ષ્મી નારાજ થાય છે. આવા ઘરમાં રહેતા વ્યક્તિ આર્થિક સંકટથી ઘેરાયેલા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં ક્યારેય ડસ્ટબીન રાખવી નહીં. ઉત્તર પૂર્વ દિશામાં કચરો એકઠો કરવાથી સ્ટ્રેસ, બેચેની અને અશાંતિ વધે છે. જો આ દિશામાં ડસ્ટબીન રાખેલી હોય તો ઘરની મુખ્ય વ્યક્તિ હંમેશા પરેશાન રહે છે. તેવી જ રીતે ડસ્ટબિનને ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી પણ ધનહાનિ થાય છે. આવા ઘરમાં પૈસા ટકતા નથી. એકત્ર કરેલી મરણ મૂડી પણ ખર્ચાઈ જાય છે. આવા ઘરમાં રહેતા લોકોને નોકરી અને વેપારમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

ડસ્ટબિન રાખવાની યોગ્ય દિશા 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર ડસ્ટબીન રાખવાની યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ છે. ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ કચરાનું વિસર્જન કરવું જોઈએ તેથી આ દિશામાં ડસ્ટબીન રાખવી શુભ ગણાય છે. આ સિવાય ડસ્ટબીનને ઉત્તર પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય છે. 

ઘરની કઈ જગ્યા એ ડસ્ટબીન ન રાખવી

- ઘરની બહાર ક્યારેય ડસ્ટબીન રાખવી નહીં. ખાસ કરીને મુખ્ય દરવાજાની સામે ડસ્ટબીન ભૂલથી પણ ન રાખો. 

- ઘરમાં રસોડામાં, પૂજા ઘરમાં કે બેડરૂમમાં પણ ડસ્ટબીન રાખવી નહીં. 

- જે જગ્યાએ તિજોરી એટલે કે ધન રાખવાનું સ્થાન હોય ત્યાં અને તુલસીનો છોડ પાસે પણ ડસ્ટબીન રાખવી નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news