INDvsAFG: પહેલા દિવસ ઓલ આઉટથી બચી ભારતીય ટીમ, 350 રનમાં 6 વિકેટ

ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ મેચ બેંગ્લુરૂનાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલા દિવસના અંતે 78 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા છે. રવિચંદ્રન અશ્વિર (7 રન) અને હાર્દિક પંડ્યા 10 રન સાથે ક્રિઝ પર છે. 
INDvsAFG: પહેલા દિવસ ઓલ આઉટથી બચી ભારતીય ટીમ, 350 રનમાં 6 વિકેટ

બેંગ્લુરૂ : ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ મેચ બેંગ્લુરૂનાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલા દિવસના અંતે 78 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા છે. રવિચંદ્રન અશ્વિર (7 રન) અને હાર્દિક પંડ્યા 10 રન સાથે ક્રિઝ પર છે. 

મેચનાં પહેલા દિવસે અફઘાનિસ્તાન બોલરને મજબુત ભારતીય બેટ્સમેનની સામે અપેક્ષાકૃત સારી બોલિંગ કરી હતી. વરસાદનાં કારણે મેચ રોક્યા બાદ અફઘાનિસ્તાનના બોલરને પિચ પરથી મદદ મળવા લાગી. અફઘાનિસ્તાનની તરફથી યમિન અહમદજઇએ2, વફાદાર, રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને 1-1 વિકેટ ઝડપી હતી. જ્યારે એક ખેલાડી રન આઉટ થઇ ગયો હતો. 

મુરલી વિજયની 12મું ટેસ્ટ શતક
શિખર ધવન બાદ મુરલી વિજયે પણ શાનદાર સદી ફટકારી હતી. આ મુરલી વિજયની ટેસ્ટ ક્રિકેટમાં 12મી સદી છે. તેમણે 50માં ઓવરમાં અફઘાન ગેંદબાજો વફાદારની બોલ પર ચોક્કો ફટકારતા પોતાની સદી પુરી કરી હતી. મુરલી વિજય 105 રન બનાવીને આઉટ થયા. તેમણે પોતાની રમતમાં 15 ચોક્કા અને એક છગ્ગો લગાવ્યો.

7મી ટેસ્ટ સદી ફટકારીને ધવને બનાવ્યો રેકોર્ડ
ભારતની તરફથી શિખર ધવન અને મુરલી વિજયે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. શિખર ધવને લંચ પહેલા જ સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ ક્રિકેટમાં સાતમી સદી હતી. તે ઉપરાંત તેઓ લંચ પહેલા એક સેશનમાં સદી ફટકારનાર ભારતીય અને વિશ્વનાં છઠ્ઠાબેટ્સમેન બની ગયા. શિખર ધવને પહેલા સેશનમાં 91 બોલ પર તાબડતોબ 104 રન ફટકારી દીધા હતા. ધવને પોતાના આ દાવમાં 19 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news