સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ ઇરફાન પઠાણને Corona, હાલમાં બધા રમ્યા હતા રોડ સેફ્ટી સિરીઝ

રોડ સેફ્ટી સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતના એક બાદ એક પૂર્વ ક્રિકેટરો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ આ લિસ્ટમાં ઇરફાન પઠાણનું નામ સામેલ થઈ ગયું છે.   

Updated By: Mar 29, 2021, 11:14 PM IST
સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ ઇરફાન પઠાણને Corona, હાલમાં બધા રમ્યા હતા રોડ સેફ્ટી સિરીઝ

નવી દિલ્હીઃ હાલમાં શ્રીલંકા લેજન્ડને હરાવી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) જીતનારી ઈન્ડિયન લેજન્ડ્સ ટીમના ખેલાડીઓનું કોરોના પોઝિટિવ આવવાનું જારી છે. અત્યાર સુધી ટીમના કેપ્ટન સચિન તેંડુલકર, ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ અને બેટ્સમેન એસ બદ્રિનાથ સંક્રમિત થઈ ચુક્યા છે અને હવે આ લિસ્ટમાં ઇરફાન પઠાણનું નામ પ જોડાઇ ગયું છે. ઇરફાને ટ્વીટ કરી આ માહિતી આપી છે. 

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડરે ટ્વીટ કરી લખ્યુ, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ લક્ષણ નથી. મેં ખુદને આઇસોલેટ કરી લીધો છે અને હું ઘર પર ક્વોરેન્ટીન છું. હું નિવેદન કરુ છું કે હાલમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે. બધાને કહેવા ઈચ્છુ છું કે માસ્ક જરૂર પહેરો અને સોશિયલ ડિસ્ટેન્સનું ધ્યાન રાખો. તમારા બધાનું સ્વાસ્થ્ય સારૂ રહે.'

મહત્વનું છે કે ઈન્ડિયન લેજન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઇનલમાં શ્રીલંકાને 14 રને હરાવી ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. ફાઇનલમાં બન્ને ભાઈઓ ઇરફાન અને યૂસુફે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. યૂસુફે અડધી સદી ફટકારી હતી. આ સિવાય બોલિંગમાં બન્ને ભાઈઓએ બે-બે વિકેટ ઝડપી હતી.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube