પ્રેગેંન્ટ અનુષ્કા શર્માએ જૂતા સાફ કરતાં વિરાટને પકડ્યો, શેર કર્યા cute photo

આઇપીએલ 2020 (IPL 2020)માં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)પોતાના પતિ વિરાટ કોહલી (Virat Kohli)ને દુબઇ સ્પોટ કરતી જોવા મળી હતી. અનુષ્કા લગભગ દરેક મેચમાં આરસીબી માટે ચીયર કર્યું.

Updated By: Nov 11, 2020, 09:56 PM IST
પ્રેગેંન્ટ અનુષ્કા શર્માએ જૂતા સાફ કરતાં વિરાટને પકડ્યો, શેર કર્યા cute photo

નવી દિલ્હી: આઇપીએલ 2020 (IPL 2020)માં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)પોતાના પતિ વિરાટ કોહલી (Virat Kohli)ને દુબઇ સ્પોટ કરતી જોવા મળી હતી. અનુષ્કા લગભગ દરેક મેચમાં આરસીબી માટે ચીયર કર્યું. આ દરમિયાન અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કર્યા અને આ તસવીરોએ ઇન્ટરનેટ પર ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી. 

તાજેતરમાં જ અનુષ્કા શર્મા (Anushka Sharma)એ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં એક્ટ્રેસએ વિરાટ કોહલી (Virat Kohli)ના ફોટા અપલોડ કર્યા છે અને આ ફોટામાં આ દરમિયાન કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાઇ છે. આ ફોટામાં વિરાટ કોહલી પોતાની માટી ચોંટેલા સ્પાઇક્સને સાફ કરતાં જોવા મળી રહ્યા છે. ફેન્સ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ આ સ્ટોરીને પોસ્ટ કરતાં કેપ્શન લખી 'ટૂર પહેલાં પતિને લગન સાથે તેમના માટી ભરેલા જૂતાને સાફ કરતાં પકડ્યા.' તમને જણાવી દઇએ કે તાજેતરમાં વિરાટ કોહલી (Virat Kohli)ના 32મા જન્મદિવસ પર આ જોડીએ સાથે સેલિબ્રેટ કર્યું હતું. 

તમને જણાવી દઇએ કે વિરાટ (Virat Kohli) અને અનુષ્કા (Anushka Sharma) માતા પિતા બનવાના હતા અને તેના લીધે વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એક ટેસ્ટ મેચ બાદ ભારત પરત ફરશે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર