હવાઈ ​​મુસાફરો માટે સારા સમાચાર, ઘરેલું એરલાઇન્સને 70 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની છૂટ


બુધવારે કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ઘરેલું ઉડાનો 25 મેએ 30 હજાર યાત્રીકોની સાથે શરૂ થઈ જે હવે 8 નવેમ્બર 2020ના 2.06 લાખ પર પહોંચી ગયા છે. 
 

હવાઈ ​​મુસાફરો માટે સારા સમાચાર, ઘરેલું એરલાઇન્સને 70 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની છૂટ

નવી દિલ્હીઃ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત થનારી ઘરેલું ઉડાનોની સંખ્યાની કોવિડ-19 પૂર્વે 60 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવી છે. કેન્દ્રીય વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, બે સપ્ટેમ્બરે કહ્યુ હતું કે, હાલના કોરોના વાયરસ મહામારીને કારણે ભારતીય એરલાઇન્ટ વધુમાં વધુ કોરોના પૂર્વના ઘરેલું યાત્રી ઉડાનોના 60 ટકાનું સંચાલન કરી શકતી હતી. 29 ઓક્ટોબરે તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે 60 ટકાની મર્યાદા 24 ફેબ્રુઆરી 2021 કે આગામી આદેશ સુધી રહેશે. 

બુધવારે કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ઘરેલું ઉડાનો 25 મેએ 30 હજાર યાત્રીકોની સાથે શરૂ થઈ જે હવે 8 નવેમ્બર 2020ના 2.06 લાખ પર પહોંચી ગયા છે. આ સાથે તેમણે કહ્યું કે, મંત્રાલય હવે ઘરેલું ઉડાનોની સંખ્યા 60 ટકાથી વધારીને 70 ટકા કરી દેવામાં આવી છે. 

— Hardeep Singh Puri (@HardeepSPuri) November 11, 2020

ઘણા દેશોમાં પ્રતિબંધ હટ્યા બાદ ઉડાનો શરૂ કરવાની યોજના
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિદેશી ઉડાનો વિશે જણાવ્યુ હતુ કે કેટલાક દેશોએ અત્યાર સુધી ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ હટાવ્યો નથી અને કેન્દ્ર સરકાર આ દેશો દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ઉડાન સેવા શરૂ કરવા માટે તૈયાર છે. પ્રતિબંધ લગાવનાર દેશોમાં સાઉદી અરબ પણ સામલે છે જેણે કોરોના સંક્રમણ મહામારીને કારણે વિમાન કંપનીોને ભારતથી યાત્રીકોને લાવવાની મંજૂરી આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news