AUS vs IND: લાબુશેનની સદી, પ્રથમ દિવસના અંતે કાંગારૂનો સ્કોર 274/5

આજથી બ્રિસબેનમાં શરૂ થયેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 274 રન બનાવી લીધા છે. 

AUS vs IND: લાબુશેનની સદી, પ્રથમ દિવસના અંતે કાંગારૂનો સ્કોર 274/5

બ્રિસબેનઃ ફિટનેસ સમસ્યાઓથી ચિંતિત ભારતે અનુભવહીન બોલરોના પ્રભાવી પ્રદર્શન વચ્ચે માર્નસ લાબુશેનની શાનદાર સદીની મદદથી નિર્ણાયક ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શુક્રવાર ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ પર 274 રન બનાવી લીધા છે. દિવસની રમત બંધ રહી ત્યારે કેમરન ગ્રીન અને ટિમ પેન ક્રીઝ પર હતા. 

હવે સૈનીને થઈ ઈજા
પોતાના મુખ્ય ખેલાડીઓની ફિટનેસ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહેલી ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો જ્યારે ગ્રોઇનમાં દુખાવાને કારણે ફાસ્ટ બોલર નવદીપ સૈની મેદાનમાંથી બહાર ચાલ્યો ગયો હતો. તેને સ્કેન માટે મોકલવામાં આવ્યો છે. 

ગ્રીન અને પેન છે ક્રીઝ પર
શરૂઆતી બે વિકેટ 17 રન પર ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ લાબુશેનના 108 રનની મદદથી મેચમાં વાપસી કરી હતી. પ્રથમ દિવસની રમત સમાપ્ત થવા સમયે ટિમ પેન 38 અને કેમરન ગ્રીન 28 રન બનાવી રમી રહ્યા હતા. બંન્નેએ છઠ્ઠી વિકેટ માટે 61 રનની અણનમ ભાગીદારી કરી લીધી છે. 

ભારતની કમીનો ઓસ્ટ્રેલિયાએ ઉઠાવ્યો ફાયદો
છેલ્લા સત્રમાં ભારતીય ટીમને એક બોલરની ખોટ પડી જેનો યજમાન ટીમે ફાયદો ઉઠાવ્યો હતો. છેલ્લા સત્રમાં મળેલી બે સફળતા પર્દાપણ કરનાર ટી નટરાજનના નામે રહી જેણે મેથ્વૂ વેડ (45) અને લાબુશેન (108)ને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. આ સાથે બન્ને વચ્ચે થયેલી 113 રનની ભાગીદારી તૂટી હતી. વેડે શાર્દુલને કેચ આપ્યો જ્યારે લાબુશેન વિકેટની પાછળ આઉટ થયો હતો. લાબુશેને 204 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. 

સુંદરે ઝડપી સ્મિથની વિકેટ
આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનાર ઓફ સ્પિનર વોશિંગટન સુંદરે સ્ટીવ સ્મિથ (36)ના રૂપમાં મોટી વિકેટ ઝડપી હતી. સ્મિથ અને લાબુશેને 69 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ આુટ થયા બાદ લાબુશેને રનગતિ વધારી હતી. 

ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનિંગ બેટ્સમેન પ્રથમ સત્રમાં આઉટ થઈ ગયા હતા. વોર્નર એક રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. તો શાર્દુલ ઠાકુરે માર્કસ હેરિસ (5)ને આઉટ કર્યો હતો. ભારત તરફથી પ્રથમ દિવસે ટી નટરાજને બે, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને વોશિંગટન સુંદરે એક-એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news