BAN vs WI 2nd Test: રોમાંચક ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને હરાવ્યું, 2-0થી જીતી સિરીઝ

વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઢાકામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 17 રને પરાજય આપ્યો છે. આ સાથે વિન્ડિઝ ટીમે સિરીઝ પણ 2-0થી કબજે કરી લીધી છે. 

BAN vs WI 2nd Test: રોમાંચક ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને હરાવ્યું, 2-0થી જીતી સિરીઝ

ઢાકાઃ BAN vs WI 2nd Test: ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યજમાન બાંગ્લાદેશને 17 રને પરાજય આપ્યો હતો. શ્વાસ થંભાવી દેતી આ મેચમાં વિન્ડિઝ ટીમ પોતાની ઈનિંગમાં માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, પરંતુ પ્રથમ ઈનિંગની લીડના આધારે તેણે બાંગ્લાદેશ સામે 231 રનનો લક્ષ્ય રાખ્યો હતો, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

વેસ્ટ ઈન્ડિઝે બીજી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે બાંગ્લાદેશ પર 17 રનથી રોમાંચક જીત મેળવી અને સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટેસ્ટ મેચ 395 રનના મોટા લક્ષ્યનો પીછો કરતા ત્રણ વિકેટથી જીતી હતી. 

ઓફ સ્પિનર રકહીમ કોર્નવાલે મેચમાં મહત્વની ભૂમિકા ભજવી અને તેણે 179 રન આપીને નવ વિકેટ હાસિલ કરી હતી. બીજી ઈનિંગમાં એક સમયે બાંગ્લાદેશની સ્થિતિ મજબૂત હતી. કોર્નવાલે પ્રથમ ઈનિંગમાં 74 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી અને બીજી ઈનિંગમાં 105 રન આપી ચાર વિકેટ હાસિલ કરી હતી. 

ઓફ સ્પિનરે મેચના વિવિધ તબક્કામાં ઘણી મહત્વની ભાગીદારીઓ તોડી અને પોતાની ટીમને જીત તરફ આગળ વધારી હતી. પરંતુ મેહદી હસન (31) એ શાનદાર લડત આપી હતી. બાંગ્લાદેશની નવમી વિકેટ ત્યારે પડી જ્યારે ટીમ જીતથી 43 રન દૂર હતી. પરંતુ હસન ડાબા હાથના સ્પિનર જોમેલ વારિકનના બોલ પર આઉટ થયો જેનો કેસ કોર્નવાલે ઝડપ્યો હતો. 

વેસ્ટ ઈન્ડિઝે પોતાની પ્રથમ ઈનિગંમાં 409 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news