IPL 2019: ડિવિલિયર્સના તોફાનથી જીતી કોહલીની ટીમ, પ્લેઓફની આશા જીવંત

એબી ડિવિલિયર્સ અને સ્ટોઇનિસની આક્રમક બેટિંગ બાદ બોલરોએ અંતિમ ઓવરમાં કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી આરસીબીએ કિંગ્સ ઈલેવન પંજાબને 17 રને પરાજય આપ્યો છે. 
 

IPL 2019: ડિવિલિયર્સના તોફાનથી જીતી કોહલીની ટીમ, પ્લેઓફની આશા જીવંત

બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 42મી મેચમાં ડિવિલિયર્સ (82) અને માર્કસ સ્ટોઇનિસ (46)ની ધમાકેદાર બેટિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઈલેવન પંજાબને 17 રને પરાજય આપીને સતત ત્રીજો વિજય મેળવ્યો છે આ સાથે પ્લેઓફમાં પોતાની આશા જીવંત રાખી છે. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ 20 ઓવરમાં 7 વિકેટે 185 રન બનાવી શક્યું હતું. આ હાર સાથે પંજાબની પ્લેઓફની રાહ મુશ્કેલ બની ગઈ છે. આ તેનો છઠ્ઠો પરાજય છે. પંજાબે હવે ત્રણ મેચ રમવાની બાકી છે અને પ્લેઓફ માટે તમામ મેચ જીતવી ફરજીયાત બની રહેશે. 

ધમાકેદાર શરૂઆત કર્યા બાદ પંજાબને ચોથી ઓવરના બીજા બોલ પર મોટો ઝટકો લાગ્યો અને ક્રિસ ગેલ 23 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેને ઉમેશ યાદવે આઉટ કર્યો હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ 35 રન પર આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ 42 રન બનાવીને આઉટ થયો હતો. નિકોલસ પૂરને 28 બોલમાં 46 રન ફટકાર્યા હતા. તેને નવદીપ સૈનીએ આઉટ કર્યો હતો. અશ્વિન 6 અને વિલજોએન શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. 

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરૂની ટીમે પંજાબને જીતવા માટે 203 રનનો લક્ષ્ય આપ્યો હતો. ડિવિલિયર્સ (અણનમ 82)ની શાનદાર અડધી સદી અને માર્કસ સ્ટોઇનિસ (અણનમ 46)ની આક્રમક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટ પર 202 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બેંગલોરે 3.1 ઓવરમાં 35 રનના સ્કોર પર કેપ્ટન કોહલી (13)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધઈ હતી. ત્યારબાદ એબી ડિવિલિયર્સે પાર્થિવ પટેલ (43)ની સાથે મળીને બીજી વિકેટ માટે 36 રન જોડ્યા હતા. 

ત્યારબાદ ટીમે 71 રનના સ્કોર પર પટેલને, 76ના સ્કોર પર મોઇન અલી (4) અને 81ના સ્કોર પર અક્ષદીપ નાથ (3)ની વિકેટ ગુમાવી દીધી હતી. 81 રન પર 4 વિકેટ ગુમાવ્યા બાદ સંકટમાં આવેલી બેંગલોરને ડિવિલિયર્સ અને સ્ટોઇનિસે પાંચમી વિકેટ માટે 121 રનની અણનમ ભાગીદારી કરીને 4 વિકેટ પર 202 રનના એક વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. 

બેંગલોરે અંતિમ 3 ઓવરમાં 64 રન ફટકાર્યા હતા. ડિવિલિયર્સે 44 બોલ પર 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ સિઝનમાં પાંચમી અડધી સદી છે. સ્ટોઇનિસે 34 બોલ પર 2 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. પંજાબ તરફથી શમી, મુરૂગન અશ્વિન, કેપ્ટન અશ્વિન અને હાર્ડસ વિલજોએને એક-એક વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news