શિવરાજ સિંહની કલેક્ટરને ધમકી, 'સાંભળી લે જે, અમારા પણ દિવસ આવશે'.. જૂઓ VIDEO

લોકસભા ચૂંટણી 2019માં એક પછી એક નેતાઓ વિવાદિત નિવેદન આપી રહ્યા છે, કોઈ બીજા નેતા વિશે અપશબ્દો બોલે છે તો કોઈ હરીફ પાર્ટી સામે એલફેલ બોલે છે તો વળી કોઈ સરકારી અધિકારીને ધમકી આપી રહ્યા છે 
 

શિવરાજ સિંહની કલેક્ટરને ધમકી, 'સાંભળી લે જે, અમારા પણ દિવસ આવશે'.. જૂઓ VIDEO

ભોપાલઃ લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી પછી પણ ચૂંટણી પ્રચારમાં નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવાનું બંધ થતું નથી. હવે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ વિવાદિત નિવેદન કરીને ફસાયા છે. શિવરાજ સિંહના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી ન મળતાં તેમણે જાહેર મંચ પરથી ખુલ્લેઆમ છિંદવાડાના કલેક્ટરને મુખ્યમંત્રી કમલનાથનો ચેલો જણાવતા કહ્યું કે, "એ પીઠ્ઠુ કલેક્ટર, સાંભળી લે રે... અમારા પણ દિવસ આવશે. ત્યારે તારું શું થશે? નક્કી કરી લે."

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન હવે 29 એપ્રિલના રોજ યોજાવાનું છે. તેના પહેલાં શિવરાજ સિંહે આવું નિવેદન આપ્યું હતું. વાત એમ હતી કે, શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના એક ઉમેદવારના સમર્થનમાં રેલી કરવા માટે છિંદવાડા, ઉમરેઠ જવા માગતા હતા. જોકે, તેમના હેલિકોપ્ટરને અહીં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી તેમણે ચૌરઈમાં ભાષણ દરમિયાન સીએમ કમલનાથ પર નિશાન સાધતા કહ્યું કે, કમલનાથ હેલિકોપ્ટર દ્વારા નહીં જવા દે તો કારમાં બેસીને જઈશું, જો કાર નહીં જવા દે તો પગપાળા જઈશું, પરંતુ છિંદવાડા જરૂર પહોંચીશું. 

— ANI (@ANI) April 24, 2019

શિવરાજે જણાવ્યું કે, "જેવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી ઉતરવા દેતી ન હતી. હવે મધ્યપ્રદેશમાં કમલનાથ દાદા ઉતરવા નથી દેતા."

શિવરાજ સિંહે કલેક્ટરને ધમકી આપતા મંચ પરથી જણાવ્યું કે, "સત્તાના મદમાં ચૂર ન થઈ જાઓ. એ કલેક્ટર, સાંભળી લે... અમારા પણ દિવસો ટૂંક સમયમાં જ આવશે, ત્યારે તારું શું થશે?" કલેક્ટરે સાંજે 5 કલાક પછી હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી આપી ન હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news