કોર્ટે સંજીવ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

દિલ્હીની એક કોર્ટે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએની સંડોવળી વાળા મેચ ફિક્સિંગના મામલાના એક મુખ્ય આરોપી અને કથિત સટ્ટાબાજ સંજીવ ચાવલાને ગુરૂવારે 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. 

કોર્ટે સંજીવ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએની સંડોવળી વાળા મેચ ફિક્સિંગના મામલાના એક મુખ્ય આરોપી અને કથિત સટ્ટાબાજ સંજીવ ચાવલાને ગુરૂવારે 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. 

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુધીર કુમાર સિરોહીએ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસે કોર્ટ પાસે 14 દિવસની કસ્ટડીની માગ કરી હતી. 

પોલીસે કોર્ટને જણાવ્યું કે, ગુરૂવારે લંડનથી પ્રત્યર્પિત કરીને લાવવામાં આવેલા ચાવલાને મોટા ષડયંત્રની માહિતી માટે વિભિન્ન સ્થાનો પર લઈ જવામાં આવશે અને ઘણા લોકો સાથે આમનો-સામનો કરાવવામાં આવશે. પોલીસે કોર્ટને જણાવ્યું કે, ક્રોનિએ પણ તેમાં સામેલ છે. ક્રોનિએનું 2002ના વિમાન દુર્ઘટનામાં મોત થઈ ગયું હતું. 

— ANI (@ANI) February 13, 2020

પોલીસે કોર્ટને જણાવ્યું કે, ચાવલા પાંચ મેચોની ફિક્સિંગમાં સામેલ છે. ચાવલા પર ફેબ્રુઆરી-માર્ચ 2000માં દક્ષિણ આફ્રિકા ટીમના ભારત પ્રવાસ પર મેચ ફિક્સિંગ માટે ક્રોનિએની સાથે મળીને ષડયંત્ર રચવાનો આરોપ છે. બ્રિટિશ કોર્ટના દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં જન્મેલ ઉદ્યોગપતિ ચાવલા 1996માં વ્યાપાર વીઝા પર બ્રિટન ચાલ્યો ગયો હતો પરંતુ તે ભારતની યાત્રા કરતો રહેતો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news