'ધ બિગ બુલ'ની રિલીઝ ડેટ આઉટ, સામે આવ્યો અભિષેકનો લુક

ફિલ્મ 'ધ બિગ બુલ' 1990થી 2000 વચ્ચે થયેલી સત્ય ઘટનાઓ અને ભારતના નાણાકીય ક્ષેત્રમાં થયેલા ફેરફાર પર આધારિત છે. 'ધ બિગ બુલ' સ્ટોક બ્રોકર હર્ષદ મેહતાની જિંદગી પર આધારિત હશે. હર્ષદ મેહતાની નાણાકીય કૌભાંડને કારણે ધરપકડ કરવામાં આવી હતી. 

Updated By: Feb 13, 2020, 06:30 PM IST
'ધ બિગ બુલ'ની રિલીઝ ડેટ આઉટ, સામે આવ્યો અભિષેકનો લુક

નવી દિલ્હીઃ અભિષેક બચ્ચન છેલ્લે અનુકાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયાંમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નૂ અને વિકી કૌશલ પણ હતા. બધાએ પોતાના અભિનયથી દિલ જીતી લીધું હતું. તો અભિષેક બચ્ચન ફિલ્મ 'ધ બિગ બુલ'માં જોવા મળશે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ સાથે ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ચુકી છે. મહત્વનું છે કે આ ફિલ્મ સિવાય અભિનેતાની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. 

અભિષેકે ટ્વીટર પર શેર કર્યું પોસ્ટર
અભિષેક બચ્ચને ગુરૂવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાની ફિલ્મ 'ધ બિગ બુલ'નું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં ઉલ્લેખ છે કે ફિલ્મ 23 ઓક્ટોબરે રિલીઝ થશે. પોસ્ટરમાં અભિષેક બચ્ચન બ્લેક પેન્ટશૂટમાં જોવા મળી રહ્યો છે. તેણે ચશ્મા પહેર્યાં છે અને મૂછો પણ રાખી છે. તેના લૂકને જોઈને લાગી રહ્યું છે કે તે ફિલ્મમાં બિઝનેસમેનનો રોલ પ્લે કરશે. ફિલ્મ 1990થી 2000 વચ્ચે થયેલી સત્ય ઘટનાઓ અને ભારતના નાણાકીય ક્ષેત્રમાં થયેલા ફેરફાર પર આધારિત છે. 'ધ બિગ બુલ' સ્ટોક બ્રોકર હર્ષદ મેહતાની જિંદગી પર આધારિત હશે. હર્ષદ મેહતાની નાણાકીય કૌભાંડને કારણે ધરપકડ કરવામાં આવી હતી. 

પહેલા પણ આવી ચુક્યું છે એક પોસ્ટર
ફિલ્મ 'ધ બિગ બુલ'માં અભિષેક સિવાય ઇલિયાના ડીક્રૂઝ, નિકિતા દત્તા અને સોહમ શાહ પણ મુખ્ય ભૂમિકામાં હશે. તો ફિલ્મનું પ્રથમ પોસ્ટર પાછલા મહિને જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યું હતું. પોસ્ટરમાં અભિષેકના ચહેરા પર અંધારૂ દેખાઈ રહ્યું છે. સાથે પોતાની આંગળીઓમાં ઘણી વીંટી પહેરીને જોવા મળી રહ્યો છે અને હોઠ પર આંગળી રાખી છે. 

‘હિન્દી મીડિયમ’ કરતા પણ ચાર ચાસણી ચઢે તેવુ છે ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનું trailer

કુકી ગુલાટી કરી રહ્યાં છે દિગ્દર્શન
ફિલ્મને અજય દેવગન અને આનંદ પંડિત પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. તેનું ડાયરેક્શન કુકી ગુલાવી કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સિવાય અભિષેક બચ્ચન ફિલ્મ 'લૂડો' અને ફિલ્મ 'બોબ બિસ્વાસ'માં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવુડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...