close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Ind vs Sa: મોહાલીમાં આજે બીજો ટી-20 મુકાબલો, રિષભ પંત પર રહેશે નજર

ભારતીય ટીમ આજે જ્યારે મોહાલીના મેદાનમાં આફ્રિકા વિરુદ્ધ બીજી ટી20 મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે બધાની નજર રિષભ પંત પર હશે.   

Updated: Sep 18, 2019, 12:05 AM IST
Ind vs Sa: મોહાલીમાં આજે બીજો ટી-20 મુકાબલો, રિષભ પંત પર રહેશે નજર

મોહાલીઃ ધરમશાળામાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ ભારત આજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં જીતની સાથે ત્રણ મેચોની સિરીઝમાં લીડ બનાવવાના ઈરાદાથી ઉતરશે. 

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માટે આ મેચ ખૂબ મહત્વપૂર્ણ હશે કારણ કે છેલ્લી કેટલિક મેચમાં તે તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે અને તેના પર સારુ પ્રદર્શન કરવાનો દબાવ વધી રહ્યો છે. 

આગામી વર્ષે યોજાનારા ટી20 વિશ્વ કપમાં હજુ 12 મહિનાથી વધુનો સમય બાકી છે પરંતુ કેપ્ટન વિરાટ કોહલી પહેલાજ પોતાની વિસ્તૃત યોજના બનાવી ચુક્યો છે અને તેણે જણાવી દીધું છે કે ટીમમાં સામેલ યુવા પાસે શું આશા છે. કેપ્ટને સ્પષ્ટ કરી દીધું કે જ્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ઉતર્યો હતો તો તેને વધુ તક મળવાની આશા ન હતી અને તેનું માનવું છે કે હાલના યુવા ખેલાડીઓએ પણ સીમિત તકમાં પોતાને સાબિત કરવા પડશે. 

આ ખેલાડીઓમાં 21 વર્ષનો પંત પણ સામેલ છે પરંતુ ફેબ્રુઆરી 2017મા પર્દાપણને કારણે તે જરૂરી અનુભવ હાસિલ કરી ચુક્યો છે. ધરમશાળામાં સિરીઝની પ્રથમ મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ્દ થઈ પરંતુ મેદાન બહારની ગતિવિધિઓમાં પંત કેન્દ્ર બિંદુ રહ્યો અને ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું કે આ વિકેટકીપર બેટ્સમેન પોતાની ભૂલનું વારંવાર પુનરાવર્તન ન કરી શકે અને જો આમ કરશે તો તેનું પરિણામ તેણે ભોગવવું પડશે. 

કોહલીએ હજુ સુધી ટીમમાં ધોનીની વાપસીનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે અને તેવામાં પંત પર દબાવ વધી રહ્યો છે કે તે પોતાની પ્રતિભાને ન્યાય આપે. પંત સિવાય લેગ સ્પિનરો રાહુલ ચહર અને વોશિંગટન સુંદર પર પણ દબાવ હશે. આ બંન્ને બોલરોને સતત બીજી સિરીઝમાં કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની સ્પિન જોડી પર મહત્વ આપવામાં આવ્યું છે. 

વિશ્વ કપ પહેલા ભારતે 20થી વધુ મેચ રમવાની છે અને તેવામાં ટીમ ઈચ્છે છે કે તેની બેટિંગ મજબૂત થાય. તેના માટે આઠમાં, નવમાં અને 10મા નંબરના બેટ્સમેનોએ નિયમિત રીતે વધુ રન બનાવવા પડશે જે ક્યારેય ભારતનો મજબૂત પક્ષ રહ્યાં નથી. લાંબા બેટિંગ ક્રમનો શું વિકેટ ઝડપવાની ભારતની ક્ષમતા પર અસર પડશે તેનો જવાબ પણ આવનારા સમયમાં મળશે. 

આ સિવાય શ્રેયસ અય્યર અને મનીષ પાંડે માટે પણ સિરીઝ મહત્વપૂર્ણ છે જેને મધ્યમક્રમમાં મજબૂતી આપવા માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે શિખર ધવનની પાસે પણ મોટી ઈનિંગની આશા છે. ધવન વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 

બીજીતરફ આફ્રિકા માટે ભારતને હરાવવું સરળ રહેશે નહીં જે છેલ્લા ઘણા સમયથી લયમાં છે. પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહેલી પ્રથમ મેચ ધોવાયા બાદ મેદાન પર ઉતરવા ઉત્સાહિત હશે. 

રબાડાની આગેવાનીમાં આફ્રિકાના ફાસ્ટ બોલિંગ આક્રમણે ભારતના બેટ્સમેનોને રોકવા માટે શાનદાર બોલિંગ કરવી પડશે. 

ટીમ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ક્રુણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર અને નવદીપ સૈની. 

દક્ષિણ આફ્રિકાઃ ક્વિન્ટન ડિ કોક (કેપ્ટન), રાસી વાન ડર ડુસેન, તેમ્બા બાવુમા, જૂનિયર ડાલા, બજરેન ફોર્ટયૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રીઝ હેડ્રિક્સ, ડેવિડ મિલર, એનરિક નોર્ટજે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેયાન પ્રીટોરિયર, કગિસો રબાડા, તબરેજ શમ્સી, જોર્જ લિન્ડે.