ડેલ સ્ટેને રચ્યો ઈતિહાસ, આફ્રિકા માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો
પાકિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આજથી (બોક્સિંગ ડે) સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે.
Trending Photos
સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પાકિસ્તાન વિરુદ્ધ શરૂ થયેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં અખર જમાનને આઉટ કરીને ઈતિહાસ રચી દીધો છે. તે દક્ષિણ આફ્રિકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે શોન પોલોકની 421 વિકેટના રેકોર્ડને તોડતા 422 વિકેટ ઝડપી લીધી છે. આ મેચ પહેલા ડેલ સ્ટેન અને શોન પોલોક 421 વિકેટની સાથે આફ્રિકા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા.
આજે પાકિસ્તાન સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈનિંગની સાતમી ઓવરમાં ડેલ સ્ટેને ફખર જમાનને ડેન એલ્ગરના હાથે કેચઆઉટ કરાવીને આ સિદ્ધિ મેળવી હતી. શોન પોલોકે 421 વિકેટ ઝડપવા માટે 108 ટેસ્ટ રમી હતી. જ્યારે સ્ટેને માત્ર 89મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી લીધી છે.
મહત્વનું છે કે, ડેલ સ્ટેન ઈજાને કારણે છેલ્લા ઘણા સમયથી પોતાની લયમાં જણાતો નથી. ત્યારે પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં તે પોતાના ફોર્મમાં પરત ફરે તેવી તેના ફેન્સ આશા રાખી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે