Dangal Girl Vinesh Phogat આ વખતે કરશે પરિવારનું અધુરું સપનું પુરું? જાણો કેવી છે તૈયારી

મહાવીર સિંહ ફોગાટ-- આ નામ દંગલ ફિલ્મથી ચર્ચામાં આવ્યું. આ ફિલ્મે લોકોનું બતાવ્યું કે કેવી રીતે એક પિતાએ પોતાની દિકરીઓ પાછળ મહેનત કરી અને તેમને રેસલિંગ ચેમ્પિયન બનાવી. પરંતું, મહાવીર સિંહનું હજુ પણ એક સપનું અધુરુ છે.

Dangal Girl Vinesh Phogat આ વખતે કરશે પરિવારનું અધુરું સપનું પુરું? જાણો કેવી છે તૈયારી

ઝી બ્યૂરો, અમદાવાદઃ મહાવીર સિંહ ફોગાટ-- આ નામ દંગલ ફિલ્મથી ચર્ચામાં આવ્યું. આ ફિલ્મે લોકોનું બતાવ્યું કે કેવી રીતે એક પિતાએ પોતાની દિકરીઓ પાછળ મહેનત કરી અને તેમને રેસલિંગ ચેમ્પિયન બનાવી. પરંતું, મહાવીર સિંહનું હજુ પણ એક સપનું અધુરુ છે. અને તે સપનું પુરું કરવાની જિમ્મેદારી છે વિનેશ ફોગાટના શિરે તો ચાલો જાણીએ શું છે આ સપનું.

No description available.

ગીતા ફોગાટ-- ફોગાટ પરિવારની સૌથી મોટી દિકરી છે. જે 2012 લંડન ઓલિમ્પિકમાં રેસલિંગ એટલે કે કુશ્તીની રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. તે પહેલી મહિલા રેસલર હતી જે ઓલિમ્પિકમાં ઉતરી હતી. પણ તે કોઈ પણ મેડલ મેળવવામાં નિષ્ફળ રહી હતી. 2016ના રિયો ઓલિમ્પિકમાં ફોગાટ પરિવારની અન્ય 2 દિકરીઓ બબિતા ફોગાટ અને વિનેશ ફોગાટ ક્વોલિફાઈ થયા. પરંતું, 2016 આ બંને ફોગાટ દિકરીઓ ઓલિમ્પિક મેડલ મેળવવામાં નિષ્ફળ રહી. ત્યારે, 2 ઓલિમ્પિકમાં કોઈ મેડલ ન મળતાં ફોગાટ પરિવારનું સપનું હજુ પણ અધુરુ છે. મહાવીર સિંહ ફોગાટ અને તેમના પરિવારનું સપનું છે ભારતને ફોગાટ પરિવારમાંથી કોઈ એક ઓલિમ્પિક મેડલ અપાવે. ત્યારે, આ વખતે ફોગાટ પરિવારનું સપનું પુરું કરવા માટે ફોગાટ પરિવારી દિકરી વિનેશ ફોગાટ અને ફોગાટ પરિવારના જમાઈ બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિકમાં ઉતરી રહ્યા છે. વિનેશ અને બજરંગે 2018ના એશિયન ગેમ્સમાં રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બજરંગ પુનિયાનું ફોર્મઃ
બજરંગ પુનિયા 65 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં ભાગ લેવા જઈ રહ્યા છે. 27 વર્ષીય પુનિયા સારા ફોર્મમાં છે. અને મહત્વની રેસલિંગ ઈવેન્ટમાં તેઓ ભારતને મેડલ અપાવી ચુક્યા છે. છેલ્લી 4 ઈવેન્ટોમાં પુનિયાએ 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. પરંતુ, ઓલિમ્પિક મેડલનો રસ્તો થોડો અડચળવાળો સાબિત થઈ શકે છે. કેમ કે જે ઈવેન્ટોમાં તેમણે મેડલ જીત્યો છે. તેમાં પડકારજનક રેસલર્સે ભાગ નોહતો લીધો.

વિનેશ ફોગાટનું ફોર્મઃ
વિનેશ ફોગાટ 53 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં ભાગ લેશે. હાલની એશિયન ચેમ્પિયન વિનેશે પોતાની છેલ્લી પોલેન્ડ ખાતેની રેસલિંગ ઈવેન્ટમાં ધૂમ મચાવી હતી. રેસલિંગની દુનિયામાં હાલમાં તેની સૌથી મોટી ચેલેન્જ છે જાપાનની રેસલર મયુ મકૈડા, અને આ બંને વચ્ચે એશિયન ચેમ્પિયનશીપમાં મુકાબલો પણ થઈ શકતો હતો. પરંતું. અંતિમ સમયમાં કોરોનાના કારણે મયુંએ એશિયન ચેમ્પિયનશીપમાંથી પીછે હટ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news