Eng vs WI 2nd Test: માન્ચેસ્ટરમાં વરસાદનું વિઘ્ન, શરૂ ના થઇ ત્રીજા દિવસની મેચ
Trending Photos
માન્ચેસ્ટર: ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે અંહી ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ શનિવારના પહેલા સેશનને વરસાદનું વિઘ્ન નડ્યું છે. દિવસની શરૂઆતથી જ વરસાદ થઈ રહી અને કવર્સ મેદાન પર જ રહ્યાં. પહેલા સેશનનો સમય પસાર થયા બાદ એમ્પાયરે અમ્પાયરોએ લંચનો સમય જાહેર કર્યો હતો.
☂️😀👍
Sam Curran isn't letting the weather dampen his spirits!#ENGvWI pic.twitter.com/GxLhEiSW61
— ICC (@ICC) July 18, 2020
વેસ્ટ ઇન્ડીઝે બીજા દિવસના અંતે એક વિકેટના નુકસાન પર 32 રનથી કરી હતી. આ સ્કોરથી ટીમને તેમની ઇનિંગ આગળ વધારવાની હતી. અલઝારી જોસેફ 14 અને ક્રેગ બ્રેથવેટ 6 રન બનાવી બીજા દિવસે નાબાદ પરત ફર્યા હતા. મહેમાન ટીમને તેમની એક માત્ર વિકેટ જોન કેમ્પબેલ તરીકે ગુમાવી છે જેને સેમ કુ્રેને 16 રનના કુલ સ્કોર પર એલબીડબ્લ્યૂ કર્યો હતો. કેમ્પવેલ 12 રન જ બનાવી શક્યો હતો.
A wet morning in Manchester ☔️
Start of Day 3 delayed but 🤞 for play later.
Day 2 Highlights: https://t.co/1xYc8NkqoV #ENGvWI pic.twitter.com/4ZJt1shOIR
— England Cricket (@englandcricket) July 18, 2020
આ પહેલા ઇંગ્લેન્ડે તેમની પ્રથમ ઇનિંગ 9 વિકેટ પર 469 રનો પર જાહેર કરી હતી. તેના માટે બેન સ્ટોક્સએ 356 બોલ પર 176 રન બનાવ્યા. તેની આ ઇનિંગમાં 17 ફોર અને 2 સિક્સ સામેલ છે. ડોમ સિબ્લેએ 372 બોલ પર 120 રનનું યોગદાન આપ્યું હતું. જેમાં તેણે 5 ફોર મારી હતી.
(ઇનપુટ- આઇએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે