ઈંગ્લેન્ડે વિદેશની ધરતી પર હાસિલ કરી 150મી ટેસ્ટ જીત, આફ્રિકાને ઈનિંગ અને 53 રને હરાવ્યું

પોર્ટ એલીઝાબેથમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે આફ્રિકાને ઈનિંગ અને 53 રને પરાજય આપીને ચાર મેચોની સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. 

ઈંગ્લેન્ડે વિદેશની ધરતી પર હાસિલ કરી 150મી ટેસ્ટ જીત, આફ્રિકાને ઈનિંગ અને 53 રને હરાવ્યું

નવી દિલ્હીઃ South Africa vs England 3rd Test: ઈંગ્લેન્ડની ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને 4 ટેસ્ટ મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં ધરાશાયી કરી દીધું છે. ઈંગ્લિશ ટીમે પ્રોટિયાઝને પોર્ટ એલીઝાબેથમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 53 રનથી પરાજય આપીને શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ અને ઓલી પોપે શાનદાર સદી ફટકારી હતી. 

એટલું જ નહીં ઈંગ્લેન્ડની ટીમની આ વિદેશની ધરતી પર 500મી ટેસ્ટ મેચ હતી, જેમાંથી તેણે 150મી ટેસ્ટ મેચમાં જીત હાસિલ કરી હતી. આ મુકાબલામાં ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 152 ઓવરમાં 9 વિકેટે 499 રન બનાવ્યા હતા. ઈંગ્લિશ ટીમ તરફથી એકવાર ફરી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 120 રન બનાવ્યા તો યુવા ઓલી પોપે કરિયરની પ્રથમ ટેસ્ટ સદી ફટકારતા અણનમ 135 રન બનાવ્યા હતા. 

— ICC (@ICC) January 20, 2020

499 રનના વિશાળ સ્કોરને જોઈને યજમાન સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 209 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેવામાં ટીમે ફોલોઓન રમવા માટે મજબૂર થવું પડ્યું હતું. તેનો ફાયદો ઉઠાવતા ઈંગ્લેન્ડની ટીમે બીજી ઈનિંગમાં આફ્રિકાને 237 રનમાં ઓલઆઉટ કરીને મેચ ઈનિંગ અને 53 રનથી પોતાના નામે કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 

આફ્રિકાની ટીમ તરફથી પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ રન વિકેટકીપર બેટ્સમેન ડિકોકે બનાવ્યા હતા. ડિકોકે 63 રન બનાવ્યા હતા. તો બીજી ઈનિંગમાં આફ્રિકા તરફથી કેશવ મહારાજે 71 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઈનિંગમાં ડોમેનિક બેસએ 5 વિકેટ ઝડપી હતી. તો બીજી ઈનિંગમાં કેપ્ટન જો રૂટે 4 અને માર્ક વુડે 3 વિકેટ ઝડપી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news