IND vs ENG: ઈંગ્લેન્ડને લાગ્યા બે ઝટકા, કેપ્ટન મોર્ગન સિરીઝમાંથી બહાર, આ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝના બીજા મુકાબલા પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝના બીજા મુકાબલા પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ વનડેમાં ઈજાગ્રસ્ત થયેલ કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. શુક્રવારે બન્ને ટીમો વચ્ચે બીજી વનડે રમાવાની છે. હવે વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર તેના સ્થાને બાકી મુકાબલામાં ટીમની કમાન સંભાળશે.
ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન મોર્ગનને સિરીઝના પ્રથમ મુકાબલામાં ફીલ્ડિંગ કરવા દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. તેના ડાબા હાથનો અંગુઠો અને આંગળી ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેના હાથમાં ચાર ટાકા લગાવવામાં આવ્યા હતા. મેચ બાદ મોર્ગને કહ્યુ હતુ કે, હાલ કંઈ કહી શકાય નહીં પરંતુ ઓછામાં ઓછા 24 કલાક રાહ જોવી પડશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આજે જાણકારી આપી છે કે મોર્ગન બાકીની બે વનડેમાં રમશે નહીં.
JUST IN: Eoin Morgan has been ruled out of the #INDvENG ODI series with a hand injury.
Jos Buttler will captain the team in his absence. pic.twitter.com/aMJ4iy23I0
— ICC (@ICC) March 25, 2021
ઈંગ્લેન્ડ ક્રિકેટે ટ્વિટર પર એક પોસ્ટ કરતા લખ્યુ, બે ખેલાડીઓને ઈજા થઈ છે, એક ખેલાડીનું પર્દાપણ થશે અને સાથે એક ખેલાડીને ટીમ સાથે જોડી દેવામાં આવ્યો છે. લિયામ લિવિંગસ્ટોનને વનડેમાં પર્દાપણ કરવાની તક મળવાની છે. બોર્ડે આ વાતની જાણકારી આપી કે ટી20 રમી ચુકેલો આ ખેલાડી પ્રથમવાર વનડે રમશે.
બે ખેલાડી બહાર
ઇયોન મોર્ગનની સાથે બેટ્સમેન સેમ બિલિંગ્સ પણ પ્રથમ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બિલિંગ્સની ઈજા પણ ગંભીર છે અને તે બાકીની બન્ને મેચ રમશે નહીં. આ સાથે બન્ને ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતમાં રમશે કે નહીં તેના પર પણ શંકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે