'દરેક ભારતીયને હિન્દી આવડવું જોઈએ'- BCCI કોમેન્ટ્રેટરની આ વાત પર શરૂ થયો વિવાદ

દરેક ભારતીયને હિન્દી આવડવું જોઈએ- બીસીસીઆઈ કોમેન્ટ્રેટરના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો છે. ત્યારબાદ લોકો ઘણા પ્રકારના સવાલ પૂછી રહ્યાં છે. 

Updated By: Feb 13, 2020, 10:02 PM IST
 'દરેક ભારતીયને હિન્દી આવડવું જોઈએ'- BCCI કોમેન્ટ્રેટરની આ વાત પર શરૂ થયો વિવાદ

નવી દિલ્હીઃ કર્ણાટક અને બરોડા વચ્ચે રમાઇ રહેલા રણજી મુકાબલા દરમિયાન બીસીસીઆઈના એક કોમેન્ટ્રેટરના નિવેદન બાદ નવો વિવાદ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે મેચ દરમિયાન તેમણે કહ્યું કે, 'દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ કારણ કે તે આપણી માતૃભાષા છે.'

બરોડાની ઈનિંગની બીજી ઓવર દરમિયાન જ્યારે બેમાંથી એક કોમેન્ટ્રેટરે કહ્યું, 'મને સારૂ લાગે છે કે સુનીલ ગાવસ્કર હિન્દીમાં કોમેન્ટ્રી કરી રહ્યાં છે અને સાથે પોતાની કિંમતી વાત પણ તે ભાષામાં કરે છે. મને તે સારૂ લાગે છે કે તેઓ ડોટ બોલને 'બિંદી' બોલ કરે છે.'

તેના પર બીજા કોમેન્ટ્રેટરે જવાબ આપ્યો, 'દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ. તે આપણી માતૃભાષા છે. તેનાથી મોટી બીજી કોઈ ભાષા નથી.'

તેમણે આગળ કહ્યું, 'હકીકતમાં, મને તે લોકો પર ખુબ ગુસ્સો આવે છે જે કહે છે કે અમે ક્રિકેટર છીએ અને હજુ પણ અમારે હિન્દીમાં વાત કરવી જોઈએ? તમે ભારતમાં રહો છો તો સ્પષ્ટ છે કે હિન્દી હોલવું જોઈએ, આ આપણી માતૃભાષા છે.'

રિપોર્ટ્સ પ્રમાણે, આ ટિપ્પણી કરનાર કોમેન્ટ્રેટરનું નામ સુનીલ દોષી છે. 

આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થી ગઈ છે અને કેટલાક લોકોએ તેને વિવાદાસ્પદ પણ માની છે. 

બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી અને અંતિમ વનડે મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનો કેએલ રાહુલ અને મનીષ પાંડે કન્નડમાં વાત કરી રહ્યાં હતા. રાહુલ અને પાંડેએ પાંચમી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. 

પાંડે અને રાહુલ  વચ્ચે બારથીરા' (શું તું આવીશ), 'ઓડી ઓડી બા' (આવો દોડો), 'બેડા બેડા' (નહીં નહીં) અને 'બા બા' (આવી જા) જેવા શબ્દો સાંભળવા મળ્યા જેને સાંભળીને વિશ્વના કન્નડ ભાષી ખુબ ખુશ હશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર