ગોલ્ફર ટાઈગર વૂડ્સની કારને અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયા

Updated By: Feb 24, 2021, 11:48 AM IST
ગોલ્ફર ટાઈગર વૂડ્સની કારને અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયા
  • મંગળવારે સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં તેમના સિવાય બીજુ કોઈ ન હતું
  • તેઓ અકસ્માત થયા બાદ એટલા સતર્ક હતા કે, તેમણે આંગળીઓની મદદથી વિન્ડશીલ્ડ ખોલી દીધું હતું, જેથી તેઓ બહાર નીકળી શક્યા હતા

ઝી મીડિયા/બ્યૂરો :વર્લ્ડ ફેમસ ગોલ્ફ સુપરસ્ટાર ટાઈગર વુડ્સ (Tiger Woods) ની કારને અકસ્માત (accident) થયો છે. અમેરિકાના લોસ એન્જેલસમાં એક કાર દુર્ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટાઈગલ વુડ્સના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ટાઈગર વુડ્સની કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. વુડ્સને વિંડશીલ્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ તેમના પગનું ઓપરેશન ચાલી રહ્યું છે. 

ડિવાઈડર સાથે ટકરાઈ વુડ્સની કાર 
ટાઈગર વૂડ્સ એ સમયે પોતાના કારમાં એકલા હતા. મંગળવારે સવારે તેઓ મુસાફરીમાં નીકળ્યા હતા ત્યારે તેમની કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. બે લેન પાર કરતા સમયે તેમની કારની ટક્કર ડિવાઈડર સાથે થઈ હતી. આ અકસ્માતમાં કારમાં તેમના સિવાય બીજુ કોઈ ન હતું. તેઓ અકસ્માત થયા બાદ એટલા સતર્ક હતા કે, તેમણે આંગળીઓની મદદથી વિન્ડશીલ્ડ ખોલી દીધું હતું, જેથી તેઓ બહાર નીકળી શક્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસનું રમણભમણ થઈ ગયું, 175 માંથી 55 બેઠકો પર સમેટાઈ 

Golf: टाइगर वुड्स ने 11 साल बाद जीता मेजर खिताब, 14 करोड़ इनामी राशि पर कब्जा किया

એરબેગથી વુડ્સનો બચાવ
લોસ એન્જેલસ કાઉન્ટી શેરીફ એલેક્સ વિલાનુએવાએ કહ્યું કે, અકસ્માત બાદ ટાઈગર વુડ્સની કારની એરબેગ ખૂલી ગઈ હતી અને કારની અંદર તેમને કુશન મળી ગયું હતું. જેનાથી તેઓ બાલ બાલ બચી ગયા હતા. જોકે, તેમના બંને પગમાં ભારે ઈજા પહોંચી છે. હાલ તેમના પગની સર્જરી ચાલી રહી છે. જોકે, તેમના લેટેસ્ટ અપડેટ હજી સામે આવ્યા નથી. 

tiger wodds

અધિકારીઓએ કહ્યું કે, વુડ્સના દારૂ પીધેલા છે કે નહિ તે હજી જાણવા મળ્યું નથી. 45 વર્ષીય ટાઈગર વુડ્સની હાલ સર્જરી ચાલી રહી છે. જોકે, ગાડી ચલાવતા સમયે તેમની ગાડીની સ્પીડ શું હતી તે પણ હજી જાણી શકાયુ નથી. શેરીફના મદદગાર કાર્લોસ ગોંજાલેસે જણાવ્યું કે, તેઓ જે રસ્તેથી જઈ રહ્યા હતા તે બહુ જ વળાંકદાર હતા. જેથી ત્યાં અનેકવાર અકસ્માત થતા રહે છે. વુડ્સ નસીબદાર છે કે, તેઓ બચી ગયા. 

આ પણ વાંચો : ગ્રાફિક્સમાં જુઓ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું સચોટ પરિણામ

ઉલ્લેખનીય છે, વિશ્વના ફેમસ ગોલ્ફ સુપરસ્તાર ટાઈગર વુડ્સની જિંદગીનો આ ત્રીજો અકસ્માત છે. પહેલો અકસ્માત 2009માં થયો હતો, જેમાં તેમની એસયુવી એક ઝાડ સાથે ટકરાઈ હતી. તેના બાદ મે 2017માં ફ્લોરિડામાં પોલીસે તેમની ધરપકડ કરી હતી, જ્યાં તેઓ પાર્કિંગ કરાયેલી કારમાં સ્ટીયરિંગ વ્હીલ પર ઊંઘતા ઝડપાયા હતા.