Asian Games Hangzhou: એશિયન ગેમ્સ 2023માં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ, શુટિંગમાં ભારતીય ત્રિપુટીએ વગાડ્યો ડંકો
ચીનના હોંગઝોઉમાં યોજાયેલા 19મા એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, ટેનિસ, ક્રિકેટ, બોક્સિંગ, સ્વિમિંગ, શુટિંગ જેવા ખેલોમાં પડકારો ઝેલી રહ્યા છે. ભારત માટે આજનો દિવસ સુવર્ણ જોવા મળી રહ્યો છે
Trending Photos
ચીનના હોંગઝોઉમાં યોજાયેલા 19મા એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, ટેનિસ, ક્રિકેટ, બોક્સિંગ, સ્વિમિંગ, શુટિંગ જેવા ખેલોમાં પડકારો ઝેલી રહ્યા છે. ભારત માટે આજનો દિવસ સુવર્ણ જોવા મળી રહ્યો છે. કારણ કે આજે 19મી એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે.
ભારતને મળ્યો પહેલો ગોલ્ડ
19માં એશિયન ગેમ્સમાં ભારતને આજે પહેલો ગોલ્ડ મળ્યો છે. પુરુષોની 19 મીટર એર રાઈફલ સ્પર્ધામાં એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવારની ત્રિપુટીએ આ ગોલ્ડ મેડલ ભારતને નામે કર્યો. આ ત્રિપુટીએ 1893.7 અંક મેળવ્યા અને ટોપ પર રહી.
Hangzhou Asian Games | Rudranksh Patil, Aishwary Tomar and Divyansh Panwar win 10 Metre Air Rifle Team event. India bags first gold in this edition of Asian Games. pic.twitter.com/l68m8N0RkJ
— ANI (@ANI) September 25, 2023
રોઈંગમાં વધુ એક મેડલ
ભારતને ત્યારબાદ વધુ એક મેડલ મળ્યો. રોઈંગની મેન્સ-4 સ્પર્ધામાં જસવિંદર, આશીષ, પુનિત અને આશીષે બ્રોન્ઝ જીત્યો. રોઈંગમાં ભારતના બલરાજ પંવાર મેડલથી ચૂકી ગયા. મેન્સ સિંગલ્સમાં સ્કલ્સ ફાઈનલમાં બલરાજ ચોથા નંબર પર રહ્યા. ચીનને આ ઈવેન્ટમાં ગોલ્ડ, જાપાનને સિલ્વર, અને હોંગકોંગે બ્રોન્ઝ મેડલ જીત્યો.
પહેલા દિવસે જીત્યા હતા 5 મેડલ
ભારતે 19મી એશિયન ગેમ્સમાં પહેલા દિવસે 5 મેડલ મેળવ્યા હતા. જેમાં મેહુલી ઘોષ, આશી ચોક્સે, અને રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)માં સિલ્વર મેડલ, અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહે મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)માં સિલ્વર, બાબુલાલ અને લેખ રામે મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ)માં બ્રોન્ઝ, મેન્સ કોક્સ્ડ 8 ટીમ (રોઈંગ)માં સિલ્વર, રમિતા જિંદાલે વુમન્સ 10 મીટર એર રાઈફલ (શુટિંગ)માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
ભારતનું વિશાળ દળ
ચીનના હોંગઝોઉમાં આ એશિયન ગેમ્સમાં ભારતે કુલ 655 ખેલાડીઓને ભાગ લેવા મોકલ્યા છે. આ એશિયન ખેલોમાં દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ છે. ભારતીય ખેલાડીઓ કુલ 40 સ્પર્ધાઓમાં પડકાર ફેંકી રહ્યા છે. ભારતની મહિલા અને પુરુષ ક્રિકેટ ટીમો પણ આ વખતે ગેમ્સમાં ભાગ લઈ રહી છે. અત્રે જણાવવાનું કે મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ સ્મૃતિ મંદાના કરી રહી છે. જેણે ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. જ્યારે પુરુષ ટીમનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડ પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે