હેપ્પી બર્થ-ડે એડમ ગિલક્રિસ્ટઃ 3 વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમો સભ્ય રહ્યો, ટેસ્ટમાં આ અનોખો રેકોર્ડ ગિલીના નામે
ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને તેની આક્રમક બેટિંગ માટે જાણવામાં આવતો હતો. તેની ગણના વિશ્વના ટોચના વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં થાય છે. તે ત્રણવાર સતત વિશ્વકપ ફાઇનલ રમ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ (adam gilchrist) આજે ગુરૂવાર (14 નવેમ્બર 2019)ના પોતાનો 48મો જન્મદિવસ (48th birthday) ઉજવી રહ્યો છે. આ ડાબા હાથના બેટ્સમેનને તેની આક્રમક બેટિંગ માટે ઓળખવામાં આવે છે. તેનો સમાવેશ વિશ્વના ટોચના વિકેટકીપર (wicketkeeper) બેટ્સમેનમાં થાય છે. તે ત્રણવાર સતત વિશ્વકપ ફાઇનલમાં ઓછામાં ઓછા 50 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે.
ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ
જ્યારે પણ ક્રિકેટમાં 'સિક્સર કિંગ'ની વાત થાય ત્યારે ક્રિસ ગેલ, રોહિત શર્મા, એબી ડિવિલિયર્સ અને મેક્કુલમનું નામ મજગમાં આવે છે, પરંતુ જો ટેસ્ટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર બેટ્સમેનની વાત કરીએ તો તેમાંથી કોઈના નામે આ રેકોર્ડ નથી. સૌથી પહેલા આ અનોખી સદીનો રેકોર્ડ બનાવનાર બેટ્સમેન છે ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ.
3 વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ
ક્રિકેટની દુનિયામાં 'ગિલી'ના નામથી જાણીતા ગિલક્રિસ્ટે કરિયરમાં માત્ર 96 ટેસ્ટ રમી અને 100 છગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાના કરિયરના 89મા મુકાબલામાં 100મો છગ્ગો ફટકાર્યો હતો. તેના નામે ટેસ્ટમાં સૌથી પહેલા અને ઝડપી 100 સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. તેનાથી વધુ સિક્સ મેક્કુલમ (107 છગ્ગા)ના નામે નોંધાયેલા છે. તે ત્રણ વખત વર્લ્ડ કપ (1999, 2003 અને 2007) ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ રહ્યો છે.
આઈસીસીએ પણ કર્યા યાદ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ પણ ગિલક્રિસ્ટને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપતા બેટિંગ કરતી તેની એક વીડિઓ ક્લિપ શેર કરી છે. આ ક્લિપ શ્રીલંકા વિરુદ્ધ વર્લ્ડ કપ-2007ના ફાઇનલની મેચ હતી. આ મેચમાં ગિલક્રિસ્ટે 104 બોલ પર 149 રનની ઈનિંગ રમી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો. બ્રિજટાઉનમાં ઓસ્ટ્રેલિયા ડીએલ નિયમથી 53 રનથી મેચ જીતીને વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.
આવુ રહ્યું કરિયર
ગિલક્રિસ્ટે પોતાના કરિયરમાં 96 ટેસ્ટ, 287 વનડે અને 13 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 17 સદી અને 26 અડધી સદીની મદદથી કુલ 5570 રન બનાવ્યા જ્યારે વનડેમાં 16 સદી અને 55 અડધી સદીની મદદથી કુલ 9619 રન બનાવ્યા હતા. ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે કુલ 272 રન બનાવ્યા જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 48 રન હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે