બેબીસિટર બન્યો હાર્દિક પંડ્યા, આ સ્પોર્ટસ એન્કરની પુત્રી સાથે રમતો વીડિયો વાયરલ

ઘણા સમય બાદ લીધેલા બ્રેકનો આનંદ માણી રહેલા હાર્દિક પંડ્યાએ ખાલી સમયમાં બેબી સિટિંગ કર્યું છે.
 

 બેબીસિટર બન્યો હાર્દિક પંડ્યા, આ સ્પોર્ટસ એન્કરની પુત્રી સાથે રમતો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સમયે ક્રિકેટથી દૂર છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપની 12મી સિઝનની સેમિફાઇનલ બાદ તેણે ક્રિકેટમાથી આરામ લીધો છે. ઈજા અને સતત ક્રિકેટ રમવાને કારણે તે આ સમયે મેદાનથી દૂર છે. આ વચ્ચે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમા  તે બેબીસિટિંગ કરી રહ્યો છે. 

ઘણા સમય બાદ લીધેલા બ્રેકનો આનંદ માણી રહેલા હાર્દિક પંડ્યાએ ખાલી સમયમાં બેબી સિટિંગ કર્યું છે. પંડ્યાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્પોર્ટ્સ એન્કર અને કોમેન્ટ્રેટર જતિન સપ્રૂની પુત્રીને બેબીસિટિંગ કરાવી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી માત્ર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તેના માટે ઓળખવામાં આવતો હતો. 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

બેબીસિટરનો ટેગ અત્યાર સુધી માત્ર રિષભ પંતની પાસે હતો, પરંતુ હવે આ યાદીમાં હાર્દિક પંડ્યાનું નામ સામેલ થઈ ગયું છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે કાંગારૂ ટેસ્ટ કેપ્ટન ટિમ પેને પંતને વિકેટની પાછળ સ્લેજ કરતા પોતાના બાળકો માટે બેબીસિટિંગ કરવાની ઓફર આપી હતી. ત્યારબાદ ટિમ પેનની પત્નીએ પણ એક ફોટો શેર કર્યો, જેમાં પંત તેના બાળકોને રમાડતો જોવા મળી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news