CR પાટીલ પછી CM રૂપાણી પણ બન્યા પેજ પ્રમુખ, જો વોર્ડમાં સારું પ્રદર્શન નહીં કરે તો શું આવશે પરિણામ?

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પેજ પ્રમુખ બનીને કરાયેલા સંગઠન મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે હવે તમામ ભાજપના આગેવાનો પેજ પ્રમુખ બની રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં બૂથ નંબર 2 પર મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) પણ પેજ પ્રમુખ બનીને પોતાની કામગીરી પૂર્ણ કરી છે. આ જ રીતે તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ વોર્ડ નંબર 10 માં પેજ પ્રમુખ બન્યા છે.

CR પાટીલ પછી CM રૂપાણી પણ બન્યા પેજ પ્રમુખ, જો વોર્ડમાં સારું પ્રદર્શન નહીં કરે તો શું આવશે પરિણામ?

હિતલ પારેખ/ગાંધીનગર :ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પેજ પ્રમુખ બનીને કરાયેલા સંગઠન મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે હવે તમામ ભાજપના આગેવાનો પેજ પ્રમુખ બની રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં બૂથ નંબર 2 પર મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) પણ પેજ પ્રમુખ બનીને પોતાની કામગીરી પૂર્ણ કરી છે. આ જ રીતે તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ વોર્ડ નંબર 10 માં પેજ પ્રમુખ બન્યા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ આર પાટીલે ટ્વિટર પર ટ્વીટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી પેજ પ્રમુખની કામગીરી સફળતાપૂર્વક કરવા બદલ અભિનંદન આપ્યા છે. ભાજપના સંગઠનમાં પેજ પ્રમુખ પાયો ગણાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ પેજ પ્રમુખ બનીને ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરોને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા અગાઉ જાહેર સભામાં કહેવામાં આવ્યું હતું કે, જેને પણ વિધાનસભાની ટિકિટ જોઈતી હોય તેઓએ પહેલાં પોતાનું પેજ મજબૂત કરવું પડશે. કામ કરશે એને જ ટિકિટ મળશે તેવી ટકોર પણ તેઓએ કરી હતી. કદાચ આ ટકોરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ પેજ પ્રમુખ બનીને તેમનું પેજ મજબૂત કર્યું હોય તેવો સંદેશો આપ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ   સીઆર પાટીલે વોર્ડ માં સારું પ્રદર્શન કરવા માટે પેજની ટીમ મજબૂત હોય એ જરૂરી છે અને સમયે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે તેવી ટકોર કરી હતી. ત્યારે પેજ પ્રમુખ બન્યા બાદ શું સીએમ રૂપાણીના કામની પણ સમીક્ષા થશે કે નહિ તે ચર્ચાનો વિષય છે. જો સમીક્ષાનો સવાલ ઉઠશે તો તેમને ટિકીટ આપવા વિશે પણ સવાલ ઉભા થઈ શકે છે. 

આ પણ વાંચો : રાજકોટમાં સિંહના આંટાફેરા, video વાયરલ થતા ગભરાયા લોકો 

જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણી પેજ પ્રમુખ બનતા તેના માટેના ફોર્મમાં કેટલીક અંગત માહિતીઓ બતાવવામાં આવી નથી. મુખ્યમંત્રી દ્વારા મોબાઈલ નંબર, તેમના લગ્નની તારીખ કેમ ન બતાવી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news