IND vs ENG: જો રૂટે 100મી ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારતના ચેન્નઈના ચેપક સ્ટેડિયમમાં જારી ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલાની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે રૂટે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
Trending Photos
ચેન્નઈઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Joe Root) ભારતના ચેન્નઈના ચેપક સ્ટેડિયમમાં ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી દીધી છે. પ્રથમ અને બીજા દિવસે બોલરોને પરેશાન કરનાર રૂટે આ સાથે પોતાની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જો રૂટ 377 બોલમાં 19 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 218 રન બનાવી આઉટ થયો હતો.
એટલું જ નહીં આ સતત ત્રીજી મેચમાં 150થી વધુનો સ્કોર છે, જ્યારે ત્રીજી મેચમાં આ બીજી બેવડી સદી છે. આ પહેલા તેણે શ્રીલંકા સામે ગોલ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. ભારત વિરુદ્ધ નાગપુરમાં પર્દાપણ કરનાર જો રૂટ (Joe Root) એ 143મી ઓવરના ત્રીજા બોલ પર આર અશ્વિનને સિક્સ ફટકારી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યુ હતું.
આ તેના કરિયરની 5મી બેવડી સદી છે, જ્યારે કેપ્ટનના રૂપમાં ત્રીજી છે. પરંતુ અહીં 10મી વખત છે જ્યારે જો રૂટે ટેસ્ટમાં 150થી વધુનો સ્કોર બનાવ્યો છે. તે સર્વાધિત 150 પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેનોના લિસ્ટમાં સાતમાં નંબરે પહોંચી ગયો છે.
રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડે હાલમાં શ્રીલંકાને બે મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-0થી પરાજય આપ્યો હતો. રૂટે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 228 રન બનાવ્યા હતા. તો બીજી ટેસ્ટમાં રૂટે 186 રનની ઈનિંગ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે