Ind vs NZ: પ્રથમ ટી-20 કાલે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ભારત

ભારતીય ટીમ 20 સિરીઝના પ્રથમ મુકાબલામાં ફાસ્ટ બોલિંગ અને ઓલરાઉન્ડરથી ભરેલી મજબૂત ટીમને લઈને મેદાન પર ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી આ મેચમાં બે ફેરફાર કરી શકે છે.

Ind vs NZ: પ્રથમ ટી-20 કાલે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ભારત

ઓકલેન્ડઃ ભારતીય ટીમ વર્ષના પહેલા વિદેશી પ્રવાસની શરૂઆત શુક્રવારથી કરવાની છે. 5 મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા યજમાન ન્યૂઝીલેન્ડનો સામનો કરશે. ભારત પ્રવાસની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે અને તે માટે પ્રથમ મેચમાં મજબૂત પ્લેઇંગ ઇલેવનની સાથે ઉતરશે. આવો અમે તમને જણાવીએ કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ મુકાબલામાં કેવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન. 

ભારતીય ટીમ 20 સિરીઝના પ્રથમ મુકાબલામાં ફાસ્ટ બોલિંગ અને ઓલરાઉન્ડરથી ભરેલી મજબૂત ટીમને લઈને મેદાન પર ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી આ મેચમાં બે ફેરફાર કરી શકે છે. વિકેટકીપર રિષભ પંત બહાર રહેશે તે નક્કી છે જ્યારે ફાસ્ટ બોલર શમીના અનુભવને જોતા તેને અંતિમ ઇલેવનમાં જરૂર જગ્યા મળશે. 

ઓપનિંગ જોડી
ભારતીય ઈનિંગની શરૂઆતની જવાબદારી રોહિત શર્માની સાથે કેએલ રાહુલ સંભાળશે. શિખર ધવન ઈજા થતાં પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. 

મિડલ ઓર્ડર
કેપ્ટન વિરાટ કોહલીની સાથે મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર અને મનીષ પાંડે જોવા મળશે. મનીષને રિષભ પંતની જગ્યાએ ટીમમાં સામેલ કરી શકાય છે. કેપ્ટન કોહલીએ કહ્યું કે, રિષભ પંતની જગ્યાએ વિકેટકીપિંગની જવાબદારી રાહુલ સંભાળી શકે છે. 

ઓલરાઉન્ડર
વોશિંગટન સુંદર અને રવિન્દ્ર જાડેજા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમતા જોવા મળશે. આ બંન્ને બેટ અને બોલથી ટીમને ઉપયોગી સાબિત થઈ શકે છે. 

સ્પિનર
યુજવેન્દ્ર ચહલ ટીમ તરફથી રમનાર એકમાત્ર સ્પિનર હશે. ચહલને શ્રીલંકા વિરુદ્ધ પણ ટી20 સિરીઝમાં કુલદીપના સ્થાને જગ્યા મળી હતી. 

ફાસ્ટ બોલિંગ
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીના અનુભવની સાથે-સાથે ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગમાં નવદીપ સૈનીનો યુવા જોશ જોવા મળી શકે છે. સૈનીએ શ્રીલંકા વિરુદ્ધ પાછલી સિરીઝમાં બધાને પ્રભાવિત કર્યાં હતા. 

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રવીન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news