દીવા તળે અંધારુ : ગુજરાત ફાર્મા હબ છતાં ઠેરઠેર વેચાય છે એક્સપાયરી ડેટની દવા, રાજકોટમાં મોટો જથ્થો પકડાયો 

આખા દેશમાં ગુજરાત ફાર્માસ્યુટિક હબ (Pharma hub) કહેવાય છે. ગુજરાતમાં બનતી દવાઓ અનેક દેશોમાં પણ એક્સપોર્ટ થતી હોય છે. તેમ છતાં ગુજરાતમાં છડેચોક એક્સપાયરીવાળી દવા (expiry date of medicine) વપરાય છે. વલસાડમાં એક્સપાયરી ડેટની દવા બાદ સતત બીજા દિવસે એક્સપાયરી ડેટની વેચાતી દવાનો કારોબાર સામે આવ્યો છે. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના એક્સપાયરી ડેટવાળી દવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટમાંથી 1 કરોડની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઈ છે. 
દીવા તળે અંધારુ : ગુજરાત ફાર્મા હબ છતાં ઠેરઠેર વેચાય છે એક્સપાયરી ડેટની દવા, રાજકોટમાં મોટો જથ્થો પકડાયો 

ગૌરવ દવે/રાજકોટ :આખા દેશમાં ગુજરાત ફાર્માસ્યુટિક હબ (Pharma hub) કહેવાય છે. ગુજરાતમાં બનતી દવાઓ અનેક દેશોમાં પણ એક્સપોર્ટ થતી હોય છે. તેમ છતાં ગુજરાતમાં છડેચોક એક્સપાયરીવાળી દવા (expiry date of medicine) વપરાય છે. વલસાડમાં એક્સપાયરી ડેટની દવા બાદ સતત બીજા દિવસે એક્સપાયરી ડેટની વેચાતી દવાનો કારોબાર સામે આવ્યો છે. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના એક્સપાયરી ડેટવાળી દવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટમાંથી 1 કરોડની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઈ છે. 

ડો. પરેશ પટેલ પાસે ડિગ્રી જ નથી 
રાજકોટના શ્રમજીવી સોસાયટીમાં ડોક્ટર પરેશ પટેલ (Dr Paresh Patel) ના ક્લિનીક અને ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 1 કરોડની દવાઓ ઝડપાઈ છે જે એક્સપાયરી ડેટવાળી છે. એક્સપાયરી ડેટવાળી એલોપેથી દવાઓ મિક્સ કરી આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર (immunity booster) બનાવી વેચાણ કરવામાં આવતુ હતું. એટલું જ નહિ, પણ પરેશ પટેલે ડિગ્રી ના હોવાથી સોગંદનામું કરાવી પોતાના નામની આગળ ડોક્ટર લગાવ્યાનો પર્દાફાશ થયો છે. સાથે જ પત્નીના નામે આયુર્વેદિક દવાખાનું શરૂ કરી પગારદાર ડોક્ટરો પણ રાખ્યા હતા. આમ ઈમ્યુનિટી બુસ્ટરના નામે લોકોના આરોગ્ય સાથે બેફામ રીતે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમે પણ આવા નકલી ડોક્ટરો પાસેથી ઈમ્યુનિટી બુસ્ટરની દવા લેતા હો ત સાવધાન થઈ જજો.

1 કરોડની દવાનો જથ્થો પકડાયો 
રાજકોટના શ્રમજીવી સોસાયટીમાં SOGના દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં એક્સપાયરી દવાના વેપલાનો પર્દાફાશ થયો છે. અંદાજિત 1 કરોડની અલગ-અલગ દવાઓ જપ્ત કરાઈ છે. જેમાં એક્સપાયરી થયેલ એલોપેથી દવાઓ મિક્સ કરી આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર બનાવવામાં આવતુ હતું. આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. પરેટ પટેલની ક્લિનિકમાંથી મળેલો દવાનો જથ્થો એટલો મોટ છે કે, બે દિવસ સુધી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દવાનું સોર્ટિંગ કરશે. 

4 ચોપડી ભણેલા લોકો આયુર્વેદના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે 
તો બીજી તરફ, આયુર્વેદિક દવા ઝડપવાના મામલે કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, એક્સપાયરી ડેટની દવાનો રી-યુઝ થતો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું નિવેદન છે. પણ પોલીસને જાણ થઈ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું કરતું હતું તે મોટો સવાલ છે. આખા ગુજરાતમાં આ પ્રકારે 4 ચોપડી ભણેલા લોકો આયુર્વેદના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બાપુ અને ભૂવાઓ કેન્સર, કિડનીમાં ડાયાલીસીસ વગર સારવાર જેવી સારવારો કરી રહ્યા છે. સરકારનું આરોગ્ય વિભાગ આવા લોકો સામે આયુર્વેદના કાયદા મુજબ તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ તેમણે કરી છે. આરોગ્ય વિભાગના કાયદામાં સુધારો પણ કરવો જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news