ઈન્ડોનેશિયા માસ્ટર્સઃ સાઇના બાદ પીવી સિંધુ પણ હારી, ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત

Indonesia Masters: ભારતીય સ્ટાર પીવી સિંધુએ ઈન્ડોનેશિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. 
 

ઈન્ડોનેશિયા માસ્ટર્સઃ સાઇના બાદ પીવી સિંધુ પણ હારી, ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત

જકાર્તાઃ ભારતની નંબર-1 શટલર પીવી સિંધુએ ગુરૂવારે ઈન્ડોનેશિયા માસ્ટર્સ (Indonesia Masters)ના બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. પીવી સિંધુ (PV Sindhu)ની હારની સાથે આ ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. પાંચમી સીડ સિંધુએ પોતાના બીજા રાઉન્ડના મુકાબલામાં સયાકા તાકાહાશીના હાથે ત્રણ ગેમ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 21-16, 16-21, 19-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

જાપાનની સયાકા તાકાહાશી (Sayaka Takahashia)એ પોતાના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ભારતની સાઇના નેહવાલને પરાજય આપ્યો હતો. હવે તેણે વર્લ્ડ નંબર-6 સિંધુને પણ એક કલાક છ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તાકાહાશીનો સામનો વાંગ ઝી યી સામે થશે. 

આ જીતની સાથે સયાકા તાકાહાશીએ પીવી સિંધુ વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ 3-4નો કરી લીધો છે. સિંધુ આ પહેલા વર્ષની પ્રથમ ટૂર્નામેન્ટ મલેશિયા માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. 

હજુ પણ ધોની હાસિલ કરી શકે છે BCCIનો કોન્ટ્રાક્ટ, તેની પાસે છે આ તક

ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં આ પહેલા બુધવારે સાઇના નેહવાલ, કિદાંબી શ્રીકાંત, સૌરભ વર્મા, બી સાઈ પ્રણીત, પારૂપલ્લી કશ્યપ અને એચએસ પ્રણોયને પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થવું પડ્યું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news