'સિક્સર કિંગ' યુવરાજ સિંહે નિવૃતીને લઈને આપ્યું મોટુ નિવેદન
મુંબઈ તરફથી યુવરાજ સિંહે 35 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 53 રન ફટકાર્યા હતા.
Trending Photos
મુંબઈઃ ભારતીય ધુરંધર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ક્રિકેટમાં ભવિષ્યને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ વર્ષે આઈપીએલમાં મુંબઈ તરફથી રમી રહેલા યુવીએ કહ્યું કે, જ્યારે તેને લાગશે કે, તેનો સમય પૂરો થઈ ગયો છે તો તે નિવૃતી લઈ લેશે.
યુવરાજનો આઈપીએલમાં ટ્રેક રેકોર્ડ ખરાબ રહ્યો છે, પરંતુ પોતાની નવી ફ્રેન્ચાઈઝી મુંબઈ માટે તેણે અડધી સદી ફટકારી અને ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી છે. પરંતુ તે ટીમને જીત અપાવવામાં અસફળ રહ્યો હતો. રવિવારે રમાયેલા આઈપીએલના ત્રીજા મેચમાં દિલ્હીએ મુંબઈને 37 રને પરાજય આપ્યો હતો.
યુવરાજે મેચ બાદ કહ્યું કે, જ્યારે સમય આવશે તો તે નિવૃતી જાહેર કરી દેશે. પરંતુ 2007 વર્લ્ડ ટી20 અને 2011 વિશ્વકપના હીરો રહેલા યુવાએ માન્યું કે, ઘણીવાર તે પોતાના કરિયરને લઈને દુવિધામાં રહે છે. યુવીએ કહ્યું, છેલ્લા બે વર્ષ મારા માટે ઉતાર-ચઢાવથી ભર્યા હતા, હું નક્કી કરી શકતો નહતો કે મારે શું કરવું છે. યુવરાજે કહ્યું કે, જ્યારે તેણે આત્મનિરીક્ષણ કર્યું તો, તેને જાણવા મળ્યું કે, તે હજુ રમતનો આનંદ લઈ રહ્યો છે, તેજ રીતે જ્યારે તે અન્ડર-16 ક્રિકેટર હતો અને તેણે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી વિશે વિચાર્યું નહતું.
મારા માટે તે વાત ખાસ હતી કે મેં ક્રિકેટ રમવાનું શરૂ કેમ કર્યું. હું તે મારે રમ્યો કે, મને ક્રિકેટ રમવાનું પસંદ હતું. જ્યારે હું આ રમતનો આનંદ લઈ રહ્યો હતો, ત્યારે ભારત માટે રમતો નહતો. હું અન્ડર-14 અને અન્ડર-16 રમી રહ્યો હતો. જ્યાં સુધી મને ક્રિકેટ રમવામાં મજા આવશે, ત્યાં સુધી હું રમીશ.
ડાબા હાથના અનુભવી બેટ્સમેને સચિન તેંડુલકરને આ વિશે વાત કરી હતી. સચિન તેની સ્થિતિને સમજી શકતો હતો કે, તે પોતાના કરિયરના અંતમાં શું અનુભવી રહ્યો હશે. યુવરાજે કહ્યું કે, મારી સચિન સાથે વાતચીત થતી રહે છે. તે મને સમજી શકે છે, કારણ કે, તે આ સ્ટેજમાંથી પસાર થયા છે. તેમની સાથે વાત કરીને મને સારો અનુભવ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે