IPL ના ઇતિહાસમાં CSK ની સૌથી મોટી હાર, MI એ આપી 10 વિકેટે માત
આઇપીએલ (IPL 2020)ની 41મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 10 વિકેટથી માત આપી હતી. મુકાબલામાં મુંબઇએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
શારજહાં: આઇપીએલ (IPL 2020)ની 41મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 10 વિકેટથી માત આપી હતી. મુકાબલામાં મુંબઇએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
પહેલાં બેટીંગ કરતાં મેદાન પર ઉતરેલી ચેન્નઇ સુપરકિંગ્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા છે. ચેન્નઇ માટે સૈમ કુરેને સૌથી વધુ 52 રનની ઇનિંગ રમી. ટ્રેટ બોલ્ટે 4 વિકેટ ઝડપી હતી.
જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે ટીમને 12.2 ઓવરમાં એકપણ વિકેટના નુકસાને 116 રન બનાવી લીધા. મુંબઇ માટે ઇશાન કિશને 68 રનની શાનદાર ઇનિંગ રમી.
તમને જણાવી દઇએ કે મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇને આ મેચમાં માત આપીને ઓપનિંગ મેચની હારનો બદલો લીધો છે અને આ સાથે જ મુંબઇએ આ સીઝનમાં પોતાની 7મી જીત નોંધાવી છે. તો બીજી તરફ ચેન્નઇની 8મી હાર હાર છે.
મુંબઇએ ચેન્નઇને 10 વિકેટથી આપી માત
115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયનની ટીમે 12.2 ઓવરમાં એકપણ વિકેટના નુકસાન વિના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો. મુંબઇ માટે ઇશાન કિશને 68 રનની શાનદાર ઇનિંગ રમી.
ઇશાન કિશનની તોફાની ફિફ્ટી
ઓપનર બેટ્સમેનના રૂપમાં આવેલા ઇશાન કિશને તોફાની બેટીંગ કરી રહી હતી. ઇશાન કિશને 29 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી.
પાવરપ્લેમાં મુંબઇની શાનદાર શરૂઆત
નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઇની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. પહેલી 6 ઓવરમાં મુંબઇનો સ્કોર 52-0 હતો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરી મુંબઇ
મુંબઇને જીત માટે 20 ઓવરમાં 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુંબઇના ઓપનર બેટ્સમેન મેદાન પર ઉતરી અને ટીમ માટે ઇનિંગની શરૂઆત કરી હતી.
ચેન્નઇએ મુંબઇને આપ્યો 115 રનનો ટાર્ગેટ
પહેલાં બેટીંગ કરવા મેદાન પર ઉતરેલી ચેન્નઇ સુપરકિંગ્સની શરૂઆત એકદમ ખરાબ રહી અને ટીમે પાવરપ્લેમાં 5 વિકેટ ગુમાવી. ચેન્નઇની ટીમએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા. મુંબઇને જીત માટે 115 રનની જરૂર.
વન મેન આર્મી બન્યા સૈમ કુરેન
ચેન્નઇ સુપર કિંગ્સ માટે ફક્ત સૈમ કુરેને રન બનાવ્યા છે. સૈમએ શાનદાર બેટીંગ કરી અને 46 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી.
શાર્દુલ ઠાકુર થયો આઉટ
ચેન્નઇને શાર્દુલ ઠાકુરના રૂપમાં 8મો ઝટકો લાગ્યો છે. નાથન કૂલ્ટર-નાઇલના બોલ પર શાર્દૂલે પોતાની વિકેટ ગુમાવી હતી. શાર્દુલ ઠાકુરે 11 રન બનાવ્યા હતા.
દીપક ચહર પરત ફર્યો પેવેલિયન
ચેન્નઈને 7મો ઝટકો લાગ્યો છે. રાહુલ ચહરે દીપક ચહરને પોતાનો શિકાર બનાવ્યો છે. દીપક ચહર મેચમાં ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો.
રાહુલ ચહરનો શિકાર બન્યો ધોની
ચેન્નઈની ટીમનું ખુબજ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એમએસ ધોની 16 રન બનાવી પોતાની વિકેટ ગુમાવી છે. રાહુલ ચહરના સ્પિન બોલ પર ફસાયો એમસ ધોની.
પાવરપ્લેમાં ચેન્નઈની ખરાબ શરૂઆત
ચેન્નઈ સુપરકિંગ્સએ પાવરપ્લેમાં ખુબજ ખરાબ શરૂઆત કરી છે. સીએસકેએ પાવરપ્લેમાં તેમની 5 વિકેટ ગુમાવી છે. પહેલી 6 ઓવરમાં ચેન્નઇનો 30 રનનો સ્કોર છે.
ફોક ડુપ્લેસી થયો ફ્લોપ
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગમાં નિષ્ફળ રહ્યો. ચેન્નાઈએ ત્રણ રન પર તેમની ચોથી વિકેટ ગુમાવી છે. ટ્રેન્ટ બોલ્ટની બોલ્ડ પર ફોક ડુપ્લેસી 1 રન બનાવી આઉટ થયો છે.
ચેન્નઈ સુપરકિંગ્સની બુમરાહએ લીધી સતત બે વિકેટ
મેચની બીજી ઓવરમાં બુમરાહએ કમાલ કર્યો છે. બુમરાહએ એન જગદીશન અને અંબાતી રાયડૂની વિકેટ ઝડપી પાડી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ રન પર ગુમાવી ત્રણ વિકેટ.
ખોતું ખોલાવ્યા વગર આઉટ થયો ગાયકવાડ
ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનું ખાતું ખોલાવતા પહેલા જ એક વિકેટ આઉટ થઇ ગઇ છે. ટ્રેન્ટ બોલ્ટના બોલ પર રૂતુરાજ ગાયકવાડ આઉટ થયો છે.
ચેન્નઈએ બેટિંગની કરી શરૂઆત
ટોસ જીતી મુંબઇએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ શરૂ થઈ ગઇ છે. ટીમના સલામી બેટ્સમેન ક્રીઝ પર હાજર છે.
ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન: ફોફ ડુપ્લેસી, રૂતુરાજ ગાયકવાડ, એન જગદીશન, અંબાતી રાયડુ, એમએસ ધોની, સેમ કુરેન, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા, ઇમરાન તાહિર, જોશ હેઝલવુડ.
મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, સૌરભ તિવારી, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્પર-નાઇલ, જસપ્રીત બુમરાહ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે