IPL 2024: આ દ.આફ્રિકન ક્રિકેટરે પાળ્યું વચન, આઈપીએલ શરૂ થાય તે પહેલા કર્યા રામલલાના દર્શન

આઈપીએલ 2024 ટુર્નામેન્ટ આવતી કાલથી શરૂ થઈ રહી છે. વિદેશી ક્રિકેટરો પણ હવે ભારત પહોંચી રહ્યા છે. આવામાં દક્ષિણ આફ્રિકાથી એક ક્રિકેટર ભારત પહોંચ્યા. અને તેણે આવીને તરત જ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ પણ શેર કરીને જય શ્રીરામ પણ લખ્યું.

IPL 2024: આ દ.આફ્રિકન ક્રિકેટરે પાળ્યું વચન, આઈપીએલ શરૂ થાય તે પહેલા કર્યા રામલલાના દર્શન

આઈપીએલ 2024 ટુર્નામેન્ટ આવતી કાલથી શરૂ થઈ રહી છે. વિદેશી ક્રિકેટરો પણ હવે ભારત પહોંચી રહ્યા છે. આવામાં દક્ષિણ આફ્રિકાથી એક ક્રિકેટર ભારત પહોંચ્યા. અને તેણે આવીને તરત જ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ પણ શેર કરીને જય શ્રીરામ પણ લખ્યું. અત્રે જણાવવાનું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. 

દક્ષિણ આફ્રિકી ક્રિકેટર પહોંચ્યો અયોધ્યા
આઈપીએલ શરૂ થાય તે પહેલા દક્ષિણ આફ્રિકી ક્રિકેટર કેશવ મહારાજ અયોધ્યા પહોંચ્યા. જ્યાં તેમણે રામલલાના દર્શન કર્યા. કેશવ મહારાજે તસવીર અને સાથે વીડિયો પણ શેર કર્યા છે. કેશવ મહારાજે કેપ્શનમાં લખ્યું છે જય શ્રી રામ. સાથે હાથ જોડવાની ઈમોજી પણ લગાવી છે. તેઓ અયોધ્યા પહોંચ્યા અને ભગવાન રામના દર્શન કર્યા. આ દરમિયાન કેશવ મહારાજ સાથે એલએસજીના કોચ જસ્ટિન લેંગર, જહોન્ટી રોડ્સ અને રવિ બિશ્નોઈ પણ હતા. એલએસજીના એકાઉન્ટથી પણ આ તસવીરો શેર કરાઈ છે. 

અત્રે જણાવવાનું કે  કેશવ મહારાજ રામભક્ત છે અને જ્યારે પણ  ક્રિકેટના મેદાનમાં ઉતરે છે ત્યારે સામાન્ય રીતે સ્ટેડિયમમાં રામ સિયા રામની ધૂન વાગવા લાગે છે. તેઓ પોતાની પોસ્ટમાં પણ ઘણીવાર જય શ્રી રામ લખે છે. 

વચન પાળ્યું
કેશવ SA20 લીગના કારણે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થઈ શક્યા નહતા. પરંતુ તેમણે વચન આપ્યું હતું કે તેઓ અયોધ્યા જરૂર આવશે. હવે તેમણે પોતાનું વચન પાળી બતાવ્યું. કેશવ લખનઉ સુપર જાયન્ટ્સનો અધિકૃત રીતે ભાગ નથી પરંતુ નેટ્સ પર તેઓ એલએસજી ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળશે. કેશવ મહારાજ આઈપીએલ 2024 માટે થયેલી હરાજીમાં અનસોલ્ડ રહ્યા હતા. કેશવ મહારાજની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી. લખનઉ સુપર જાયન્ટ્સની ઓપનિંગ મેચ 24 માર્ચના રોજ રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમાશે. 

— Lucknow Super Giants (@LucknowIPL) March 21, 2024

પ્રાણ પ્રતિષ્ઠાની કર્યા હતા વખાણ
કેશવ મહારાજે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના વખાણ કર્યા હતા. તેમણે એક વીડિયો સંદેશ પણ શેર કર્યો હતો અને આશા જતાવી હતી કે આ સમગ્ર માનવતા માટે શાંતિ અને સદભાવ લાવશે. એટલું જ નહીં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. નોંધનીય છે કે કેશવ મહારાજનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશથી છે. તેમણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ વિશે વાત કરી હતી. તેમણે ક હ્યું હતું કે ભગવાન રામની ભજનની ધૂનથી તેઓ સહજ મહેસૂસ કરે છે. આ સાથે જ કહ્યું હતું કે સ્ટેડિયમમાં રામ સિયા રામની ધૂન વાગે તો સાંભળવી ગમે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news